ધોરણ 12 કોમર્સ નામના મૂળતત્વો PDF

Document Details

null

2024

Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar

null

Tags

commerce Gujarati partnership accounts

Summary

This is a past paper for the Gujarat Secondary and Higher Secondary Education Board for the 2023-2024 academic year covering the topic of Partnership Fundamentals in Commerce. The paper includes multiple question types.

Full Transcript

# ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગર ## શૈક્ષણિક વર્ષ 2023-24 ## ધોરણ-12 : નામાનાં મૂળતત્ત્વો (154) (સામાન્ય પ્રવાહ) ## વાર્ષિક પરીક્ષા ## પ્રશ્નપત્રનું પરિરૂપ ### સમય : 3 કલાક ### કુલ ગુણ : 100 ### નોંધઃ આ પરિરૂપ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાશ્નિકો, મોડરેટર્સ વગેરેના માર...

# ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગર ## શૈક્ષણિક વર્ષ 2023-24 ## ધોરણ-12 : નામાનાં મૂળતત્ત્વો (154) (સામાન્ય પ્રવાહ) ## વાર્ષિક પરીક્ષા ## પ્રશ્નપત્રનું પરિરૂપ ### સમય : 3 કલાક ### કુલ ગુણ : 100 ### નોંધઃ આ પરિરૂપ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાશ્નિકો, મોડરેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે. જે તે વિષયોના પ્રાશ્નિક તેમજ મોડરેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહદ્ હાર્દ/ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે. ### હેતુઓ પ્રમાણે ગુણભાર: | હેતુઓ | ગુણ | ટકા (%) | |---|---|---| | જ્ઞાન (K) | 35 | 35% | | સમજ (U) | 30 | 30% | | ઉપયોજન (A) | 25 | 25% | | સંયોજન / કૌશલ્ય (S) | 10 | 10% | | | | 100% | ### પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર : | ક્રમાંક | પ્રશ્નનો પ્રકાર | |---|---| | 1 | હેતુલક્ષી પ્રશ્નો (O) | | 2 | અતિ ટૂંક જવાબી પ્રશ્નો (VSA) | | 3 | ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) | | 4 | ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) | | 5 | લાંબા પ્રશ્નો (LA) | ### પ્રકરણદીઠ ગુણભાર : | ક્રમ | પાઠ / પ્રકરણનું નામ | પ્રકરણદીઠ ગુણભાર | |---|---|---| | | **ભાગ-1** | | | 1 | ભાગીદારી : વિષય પ્રવેશ | 05 | | 2 | ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો | 11 | | 3 | પાઘડીનું મૂલ્યાંકન | 07 | | 4 | ભાગીદારીનું પુનર્ગઠન | 11 | | 5 | ભાગીદારનો પ્રવેશ | 06 | | 6 | ભાગીદારની નિવૃત્તિ | મૃત્યુ | 10 | | 7 | ભાગીદારી પેઢીનું વિસર્જન | 07 | | | **ભાગ-2** | | | 1 | શેરમૂડીના હિસાબો | 10 | | 2 | ડિબેન્ચરના હિસાબો | 05 | | 3 | કંપનીના વાર્ષિક હિસાબો | 11 | | 4 | નાણાકીય પત્રકોનું વિશ્લેષણ | 06 | | 5 | હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ | 08 | | 6 | રોકડ પ્રવાહ પત્રક | 04 | | | | **કુલ** | | | | 100 | ### નોંધઃ જનરલ વિકલ્પ સાથે દર્શાવેલ પ્રશ્નોના ગુણ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે દર્શાવેલ છે. અન્ય પ્રશ્નપત્ર માટે આ ગુણ અલગ હોઈ શકે છે. ## ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગર ## શૈક્ષણિક વર્ષ 2023-24 ## ધોરણ-12 : નામાનાં મૂળતત્ત્વો (154) (સામાન્ય પ્રવાહ) ## વાર્ષિક પરીક્ષા ## પ્રશ્નપત્રનું માળખું ### સમય : 3 કલાક ### કુલ ગુણ : 100 | પ્રશ્ન ક્રમ | વિભાગ તથા પ્રશ્નની વિગત | ગુણ | |---|---|---| | 1 थी 20 | **વિભાગ-A** નીચે આપેલા પ્રશ્નક્રમાંક 1 થી 20 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ 4 (ચાર) વિકલ્પ (A, B, C, D) પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. (દરેક પ્રશ્નનો 1 ગુણ) | 20 | | 21 थी 30 | **વિભાગ-B** નીચે આપેલા પ્રશ્નક્રમાંક 21 થી 30 સુધીના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. (દરેક પ્રશ્નનો 1 ગુણ) | 10 | | 31 थी 36 | **વિભાગ-C** નીચે આપેલા પ્રશ્નક્રમાંક 31 થી 36 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 4 (ચાર) પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. (દરેક પ્રશ્નના 3 ગુણ છે.) | 12 | | 37 थी 41 | **વિભાગ-D** નીચે આપેલા પ્રશ્નક્રમાંક 37 થી 41 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 3 (ત્રણ) પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. (દરેક પ્રશ્નના 4 ગુણ છે.) | 12 | | 42 थी 46 | **વિભાગ-E** નીચે આપેલા પ્રશ્નક્રમાંક 42 થી 46 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 3 (ત્રણ) પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. (દરેક પ્રશ્નના 8 ગુણ છે. | 24 | | 47 थी 48 | **વિભાગ-F** નીચે આપેલા પ્રશ્નક્રમાંક 47 થી 48 સુધીના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. (દરેક પ્રશ્નના 11 ગુણ છે.) | 22 | | | | **કુલ ગુણ** | | | | **100** | # ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગર ## શૈક્ષણિક વર્ષ 2023-24 ## ધોરણ-12 : નામાનાં મૂળતત્ત્વો (154) (સામાન્ય પ્રવાહ) ## વાર્ષિક પરીક્ષા ## નમૂનાનું પ્રશ્નપત્ર ### સમય : 3 કલાક ### કુલ ગુણ : 100 ### સૂચનાઓ: 1. આ પ્રશ્નપત્રમાં કુલ 6 વિભાગ છે. 2. ફૂટપટ્ટી તેમજ પેન્સિલનો ઉપયોગ જરૂરી છે. 3. ગણના માટે સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાશે. #### **વિભાગ-A** - નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ શોધી તેનો જવાબ લખો. (દરેકનો 1 ગુણ) 1. આપવું? - (A) 6% - (B) 9% - (C) 12% - (D) કાંઈ નહિ 2. ભાગીદારના ચાલુ ખાતાંની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? - (A) ખર્ચ છે - (B) દેવું - (C) આવક - (D) નુકસાન 3. જયાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી હોય છે. - (A) વધુ - (B) ઓછી - (C) શૂન્ય - (D) ઋણ 4. અધિક નફો એટલે - (A) રોકાયેલી મૂડી – અપેક્ષિત નફો - (B) અપેક્ષિત નફો - રોકાયેલી મૂડી - (C) સરેરાશ નફો – અપેક્ષિત નફો - (D) અપેક્ષિત નફો - સરેરાશ નફો 5. પુનઃમુલ્યાંકન ખાતાંનો નફો કે નુકશાન ભાગીદારો વચ્ચે કયાં પ્રમાણમાં વહેંચવામાં આવે છે? - (A) ત્યાગના પ્રમાણમાં - (B) લાભના પ્રમાણમાં - (C) નવા નફા-નુકશાનના પ્રમાણમાં - (D) જૂના નફા-નુકશાનના પ્રમાણમાં 6. ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય ત્યારે બનાવવામાં આવે છે. - (A) વેપાર ખાતું - (B) પુનઃમૂલ્યાંકન ખાતું - (C) માલમિલકત નિકાલ ખાતું - (D) નફા-નુકશાન ફાળવણી ખાતું 7. હિસાબી ધોરણ 26 મુજબ પાઘડી ચોપડે દર્શાવી શકાય નહિ. - (A) પાઘડી માટે ખરેખર અવેજ આપેલ હોય તેવી - (B) સ્વ-મૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલ - (C) (A) અને (B) બન્ને - (D) (A) અને (B) બેમાંથી એક પણ નહિ 8. જ્યારે ફક્ત નફા-નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ - (A) સરખા હિસ્સે - (B) જૂનું પ્રમાણ - (C) જૂનો ભાગ - નવો ભાગ - (D) શોધી શકાય નહિ 9. શ્વેતા, ગીતા અને જ્યોતિ સરખા હિસ્સે નફો-નુકસાન વહેંચતા ભાગીદારો છે. ગીતા નિવૃત્ત થાય છે. ગીતાનો ભાગ શ્વેતા અને જ્યોતિને સરખે હિસ્સે મળે છે, તો શ્વેતા અને જ્યોતિનું નવું નફા - નુકસાનનું પ્રમાણ થશે. - (A) 3:1 - (B) 2:1 - (C) 1:2 - (D) 1:1 10. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઊપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? - (A) વિસર્જન-ખર્ચ - (B) ભાગીદારની પત્નીની લોન - (C) ત્રાહિત પક્ષનાં દેવાં - (D) ભાગીદારની લોન 11. વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું - (A) નફા - નુકસાન ખાતું - (B) નફા - નુકસાન ફાળવણી ખાતું - (C) પુનઃમૂલ્યાંકન ખાતું - (D) સંપાદન ખાતું 12. ભારતમાં SEBI ની સ્થાપના કયા વર્ષમાં થઈ ? - (A) 1947 - (B) 1932 - (C) 1956 - (D) 1991 13. જો જાહેર ભરણાંમાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતાં ઓછા શેરની અરજીઓ આવે, તો શેરનું ભરણું રદ કરવામાં આવે છે. - (A) 50% थी - (B) 75% थी - (C) 90% थी - (D) 100% थी 14. ડિબેંચર એ કંપની માટે છે. - (A) લેણું - (B) દેવું - (C) મિલકત - (D) 15. નીચેનામાંથી ક્યું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે ? - (A) બાહ્ય વિશ્લેષણ - (B) આડું વિશ્લેષણ - (C) ટૂંકા ગાળાનું વિશ્લેષણ - (D) ઊભું વિશ્લેષણ 16. નાણાંકીય પત્રકોનું વિશ્લેષણ ક્યા સ્વરૂપે થાય છે ? ! - (A) ફક્ત પરિણામો રજૂ કરે છે. - (B) ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે. - (C) અર્થઘટન કરે છે. - (D) ઉપરમાંથી એકેય નહિ. 17. ગુણોત્તરોની રજૂઆત ક્યા સ્વરૂપે થાય છે ? - (A) પ્રમાણના સ્વરૂપે - (B) ટકાવારીના સ્વરૂપે - (C) સમયના સ્વરૂપે - (D) ઉપરના બધા 18. નીચેનામાંથી કયા ગુણોત્તરોનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે? - (A) મિશ્ર ગુણોત્તરો - (B) તરલતાના ગુણોત્તરો - (C) નફાકારકતાના ગુણોત્તરો - (D) સધ્ધરતાનાં ગુણોત્તરો 19. રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ હોય છે? - (A) પાંચ - (B) ચાર - (C) ત્રણ - (D) બે 20. નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર બને છે. - (A) લોનનું ચૂકવેલ વ્યાજ - (B) મળેલ ડિવિડન્ડ - (C) ચૂકવેલ ડિવિડન્ડ - (D) પગારનો ખર્ચ #### **વિભાગ-B** - નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. (દરેકનો 1 ગુણ) 21. પાઘડી એટલે શું? 22. પુનઃમૂલ્યાંકન ખાતાંને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? 23. ભાગીદારની નિવૃત્તિના સંજોગો જણાવો. 24. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? 25. પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ધાલખાધ પરત મળે ત્યારે તેની નોંધ કયા થાય છે? 26. કંપનીધારા 2013 મુજબ કંપની કેટલા વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે? 27. ગુણોત્તર એટલે શું? 28. વેચાણ પડતર એટલે શું? 29. રોકડ પ્રવાહ પત્રક એટલે શું ? 30. રોકડ અને રોકડસમકક્ષ એટલે શું? #### **વિભાગ-C** - નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. (છમાંથી કોઈપણ ચાર) (દરેકના 3 ગુણ) 31. લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે ₹ 2,700, ₹ 1,200 અને ₹ 1,500 ગણવાનું રહી ગયું છે. ભૂલસુધારણા નોંધ લખો. 32. સચિન, રાહુલ અને રોહિત એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા-નુકશાનની ફાળવણીનું પ્રમાણ 1:2:2 છે. બધા જ ભાગીદારોએ નફા-નુકશાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું છે. ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો. 33. ટૂંકનોંધ લખો : માલ - મિલકત નિકાલ ખાતું. 34. નીચેના વ્યવહારની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ લખો. 1. એક ભાગીદાર તેના શ્રીમંતીજીની પેઢીને આપેલ લોન ₹ 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. 2. પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો ₹ 2,00,000 બતાવેલ છે, ચોપડે કિંમત ઊપજે છે. 3. કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. તેના બદલામાં તેને મહેનતાણાં તરીકે ₹ 20,000 ચૂકવવાનું નક્કી કર્યું છે. પેઢીએ તેને ખર્ચ પેટે ₹12,000 ચૂકવ્યા. 35. સત્યમ લિમિટેડે તા. 1-7-2021 ના રોજ ₹100 નો એક એવા 8 ટકાના 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. જે તા. 30-6-2027 ના રોજ ડિબેન્ચર દીઠ રૂ 115 ની કિંમતે પરત કરવાના છે. કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરતી વખતની જરૂરી આમનોંધ લખો. (બા.જે.વગર) 36. જસપ્રીત એપરલ લિમિટેડે ₹300 નો એક એવા 12% ના 6000 ડિબેન્ચર્સ બહાર પાડ્યા હતા. બોર્ડ ઓફ ડિરેકટર્સે બહાર પાડેલા પોતાના 2500 ડિબેન્ચર, ડિબેન્ચર દીઠ 280 ના ભાવે રોકાણ કરવા માટે બજારમાંથી ખરીદી લીધા. થોડા મહિના બાદ, કંપનીએ ખરીદેલા આ ડિબેન્ચર, ડિબેન્ચર દીઠ ₹ 310માં બજારમાં વેચી દીધા. ઉપરના વ્યવહારો પરથી જરૂરી આમનોધોં લખો. #### **વિભાગ-D** - નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપોઃ (પાંચમાંથી કોઈ પણ ત્રણ) (દરેકના 4 ગુણ) 37. નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લાં પાંચ વર્ષના ભારિત સરેરાશની ત્રણ વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. | वर्ष | નફો (₹) | |---|---| | 2016-17 | 40,000 | | 2017-18 | 60,000 | | 2018-19 | 75,000 | | 2019-20 | 90,000 | | 2020-21 | 1,20,000 | 38. રાજેશ અને હરીશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની ભાગીદારી પેઢીના નફા તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની બે વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. - (1) રોકાયેલી મૂડી: ₹ 8,00,000 - (2) અપેક્ષિત વળતરનો દર : 12% | वर्ष | નફો (₹) | |---|---| | 2018-19 | 1,20,000 | | 2019-20 | 90,000 | | 2020-21 | 1,50,000 | 39. બ્રાઈટ ઈન્ડિયા લિમિટેડનાં તા. 31-3-2020 અને 31-3-2021 નાં રોજ પૂરા થતાં વર્ષનાં નફા-નુકસાનનાં પત્રકો નીચે પ્રમાણે આપવામાં આવેલાં છે. તેના આધારે તુલનાત્મક નફા-નુકસાનનું પત્રક બનાવો. તા. 31-3-2020 અને 31-3-2021 નાં રોજ પૂરા થતાં વર્ષનાં નફા-નુકસાનનાં પત્રકો | વિગતો | 31-3-2020 (₹ भां) | 31-3-2021 (₹ भां) | |---|---|---| | વેચાણની ઊપજો | 16,00,000 | 14,00,000 | | અન્ય આવકો | 3,00,000 | 2,50,000 | | ખર્ચાઓ | 9,60,000 | 7,20,000 | આવકવેરાનો દર 30% હતો. 40. નીચે આપેલ વિગતોના આધારે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરની ગણતરી કરો: | વિગત | (₹) | વિગત | (₹) | |---|---|---|---| | સ્ટૉક | 3,00,000 | લેણાહૂંડી | 75,000 | | દેવાદારો | 2,50,000 | ઘાલખાધ અનામત | 20,000 | | રોકડ અને રોકડ સમકક્ષ | 1,20,000 | અગાઉથી ચૂકવેલ ખર્ચ | 60,000 | | ફર્નિચર | 1,60,000 | લેણદારો | 2,00,000 | | શ્રી ચૂડરેલ ખર્ચ | 60,000 | ખર્ચા ચૂકવવાના બાકી | 50,000 | | દેવી હૂંડી | 60,000 | | | | ટૂંકા ગાળાની લોન | 40,000 | | | 41. નીચે આપેલા વ્યવહારોના આધારે કામગીરીમાંથી ઉદ્ધવતા રોકડ પ્રવાહની ગણતરી કરો: | વિગત | (₹) | |---|---| | આવકવેરા પહેલાંનો નફો | 99,000 | | આવકવેરાની જોગવાઈ | 29,000 | | સૂચિત ડિવિડન્ડ | 39,000 | | ઘસારો | 22,000 | | ડિવિડન્ડ મળ્યું | 21,000 | | વ્યાજ મળ્યું | 20,000 | | વ્યાજ ચૂકવ્યું | 28,000 | | પાઘડી માંડી વાળી | 15,000 | | મિલકત વેચાણ નફો | 12,000 | #### **વિભાગ-E** - નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપોઃ (પાંચમાંથી કોઈપણ ત્રણ) (દરેકના 8 ગુણ) 42. પ્રેરણા અને પીયૂષ મૂડીના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમની પેઢીનું તા. 31-3-2021નું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. | મૂડી-દેવાં | પાકું સરવૈયું | |---|---| | મૂડી ખાતાં: | રકમ (રૂ) | | પ્રેરણા | 50,000 | | પીયૂષ | 1,50,000 | | લેણદારો | 40,000 | | ચૂકવવાના બાકી ખર્ચા | 1,500 | | | **2,71,500** | | મિલકત-લેણાં | રકમ () | |---|---| | મકાન | 90,000 | | ફર્નિચર | 17,500 | | યંત્રો | 1,07,500 | | સ્ટૉક | 30,000 | | રોકડ-બેન્ક | 8,250 | | | 750 | | | **2,71,500** | તા. 31-3-2021 ના રોજ પોયણીને નફામાં ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. 1. પોયણી મૂડી પેટે ₹ 62,500 અને તેના ભાગની પાઘડી પેટે ₹ 24,000 રોકડા લાવ્યા. પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે. 2. સ્ટૉક અને યંત્રોની બજાર કિંમત ₹ 20,000 અને ₹1,20,000 છે. 3. દેવાદારો પર 10% ઘાલખાધ અનામત અને 2 % વટાવ અનામતમાં મેટે% વટાવ અનામતની જોગવાઈ કરવો. 4. લેણદારોને ₹30,000 ચૂકવવા પડશે. 5. મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20% નો વધારો કરવો. 6. 460 મજૂરીના ચૂકવવાના બાકી છે, જે ચોપડે નોંધેલ નથી. ઉપરોક્ત માહિતી પરથી જરૂરી ખાતાં તૈયાર કરી નવું પાકું સરવૈયું તૈયાર કરો. 43. P અને Q 3:2 ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચતા ભાગીદારો છે. તા. 31-3-2021ના રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ

Use Quizgecko on...
Browser
Browser