ફુલછાબ એવોર્ડ માટેની વિગત PDF

Document Details

Uploaded by Deleted User

સુરેશભાઈ પ્રદીપભાઈ ગણાત્રા

Tags

ઉદ્યોગ વિકાસ ઉદ્યોગ સૌરાષ્ટ્ર ગુજરાત

Summary

આ દસ્તાવેજ સુરેશભાઈ પ્રદીપભાઈ ગણાત્રા, એક ઉદ્યોગ સાહસિકની ઉદ્યોગ વિકાસ ક્ષેત્રેની પ્રવૃત્તિ વિશેની વિગતો રજૂ કરે છે. તેમણે ઉદ્યોગ વિકાસમાં ૪૦ વર્ષથી વધુ સમય સુધી કાર્ય કર્યું છે. તેમની પ્રવૃત્તિઓમાં ઉદ્યોગ સાહસિકોને તાલીમ આપવી, પુસ્તકોનું સંપાદન કરવું અને મેગેઝીનનું સંપાદન કરવું સામેલ છે.

Full Transcript

## ફુલછાબ એવોર્ડ માટેની વિગત - નામ: સુરેશભાઈ પ્રદીપભાઈ ગણાત્રા - રહેઠાણ: એ–૧૫, નીલગગન એપાર્ટમેન્ટ, તળાવ દરવાજા, જુનાગઢ-૩૬૨૦૦૧ - ફોન: ૯૮૯૮૫૬૨૧૬૨ - ઈ-મેઈલ: [email protected] - કયા એવોર્ડ માટે અરજી કરેલ છે ?: ઉદ્યોગ - પ્રવૃતિનું ક્ષેત્ર અને વિગત: સામેલ છે. ## સુરેશભાઈ ગણાત્રાની – સૌરાષ્ટ્ર વિસ્તારમા...

## ફુલછાબ એવોર્ડ માટેની વિગત - નામ: સુરેશભાઈ પ્રદીપભાઈ ગણાત્રા - રહેઠાણ: એ–૧૫, નીલગગન એપાર્ટમેન્ટ, તળાવ દરવાજા, જુનાગઢ-૩૬૨૦૦૧ - ફોન: ૯૮૯૮૫૬૨૧૬૨ - ઈ-મેઈલ: [email protected] - કયા એવોર્ડ માટે અરજી કરેલ છે ?: ઉદ્યોગ - પ્રવૃતિનું ક્ષેત્ર અને વિગત: સામેલ છે. ## સુરેશભાઈ ગણાત્રાની – સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉદ્યોગના વિકાસ માટે કરેલ પ્રવૃતિની વિગત - મારૂ નામ સુરેશભાઈ પ્રદીપભાઈ ગણાત્રા. - મારૂ જન્મસ્થાન ધ્રોલ, જિ. જામનગરમાં ૮ જાન્યુઆરી, ૧૯૫૪ માં થયો. - પ્રાથમીક શિક્ષણ તથા હાઈસ્કુલ શિક્ષણ ધ્રોલમાં લીધુ. - રાજકોટ ખાતે પી.ડી.એમ. કોમર્સ કોલેજ તથા વિરાણી કોમર્સ કોલેજમાં બી.કોમ. કર્યું. - ત્યારબાદ રાજકોટમાં એલ.એલ.બી. નો અભ્યાસ કર્યો. - ૧૯૭૭થી જી.આઈ.આઈ.સી., જામનગર ઈ.ડી.પી.– ઉદ્યોગ સાહસિક તાલીમ કાર્યક્રમ માટે, આસી. પ્રોજેકટ લીડર-ટ્રેનર્સ તરીકે જોઈન થયો. - ૧૯૭૯ થી સી.ઈ.ડી. જુનાગઢ-જામનગર તથા રાજકોટ, જામનગર, ભરૂચ, વલસાડ જીિલ્લામાં કાર્ય કર્યું. - આસી. પ્રોજેકટ લીડર, ડે. પ્રોજેકટ લીડર, તથા પ્રોજેકટ લીડર તરીકે અને છેલ્લે રીજીયોનલ હેડ તરીકે, રાજકોટ અને જુનાગઢ ખાતે કાર્ય કર્યું. - ૧૯૯૩માં રાજીનામું આપી, સ્વૈચ્છીક રીટાર્યરમેન્ટ લીધુ. - ૧૯૯૩થી જ સૌરાષ્ટ્ર ઈકોનોમીક ડેવલપમેન્ટ સેન્ટર નામની સંસ્થામાં ડાયરેકટર તરીકે કાર્યરત થયો. - ઉપરોકત એન.જી.ઓ. માં ૧૯૯૩થી ૨૦૧૮ સુધી કાર્યરત રહ્યો. - ઉમર ના કારણે રીટાયર્ડ થયો. - ૨૦૧૬ થી ૨૦૨૪ સુધી ફ્રી લાન્સ કાર્ય કર્યું. - ૨૦૨૪માં "ઉદ્યોગ સાહસિક' નામની ૫ યુ ટયુબ ચેનલ શરૂ કરી અને હાલમાં કાર્યરત છે. - આમ ઉદ્યોગ ના વિકાસ માટે, ટ્રેનર્સ તરીકે ૧૯૭૭થી ૨૦૧૮ સુધી એટલે કે આશરે ૪૦ વર્ષ કાર્ય કર્યું, જેમા નીચે પ્રમાણે કાર્ય કરેલ છે. ### ૧) - સી.ઈ.ડી. માં આશરે ૮૦૦૦ તથા સૌરાષ્ટ્ર ઈકોનોમીક ડેવલપમેન્ટ સેન્ટરમાં આશરે ૧૭૦૦૦, આમ કુલ ૨૫૦૦૦ યુવાન ઉદ્યોગ સાહસિકોને માહિતી, માર્ગદર્શન, સ્કિલ્ડ મેનેજમેન્ટની તાલીમ તથા પ્રોત્સાહન આપેલ છે. - આમ આશરે ૨૫૦૦૦ યુવાનો ને ઉદ્યોગ સ્થાપવામાં તથા સફળતાપુર્વક ઉદ્યોગ ચલાવવાની તાલીમ આપી. - તેમાથી આશરે ૧૦,૦૦૦ યુવાનો પોતાનો ઉદ્યોગ–ધંધો ચલાવે છે. ### ૨) - પબ્લીકેશનઃ સુરેશભાઈ ગણાત્રા દ્વારા એડીટીંગ થયેલ ૮ બુકશ પ્રકાશીત થયેલ છે. - જેમા, ઉદ્યોગની પ્રોજેકટ પ્રોફાઈલ્શ જામનગર તથા જુનાગઢ ઈન્ડસ્ટ્રીયલ ડિરેકટરી, આર્યુવેદીક ઔષધીઓ બુકલેટ તથા સફળ ઉદ્યોગપતિ દ્વારા ૩૯ નિષ્ફળ ઉદ્યોગપતિના અનુભવોને વાચા આપીને બુકશ'વલોણુ" એડીટીંગ તથા પ્રકાશન કરેલ છે. ### ૩) - "ઉદ્યોગ સાહસિક' નામના ઔદ્યોગીક માસિક મેગેઝીનનું એડીશન આશરે ૧૨ વર્ષ સુધી કરેલ છે. ### ૪) - ભાવનગર યુનિર્વસીટીમાં સૌરાષ્ટ્ર ના ઔદ્યોગીક વિકાસના પ્રશ્નો ના ઉકેલો તથા તકો ઉપરનું પેપર રજુ કરેલ હતુ. - આ માટે બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન માટેનો ઈ.ડી.આઈ. તરફ થી એવોર્ડ પણ મળેલ છે. ### ૫) - રાજકોટનું સુપ્રસિધ્ધ અખબાર – ફુલછાબના સહયોગથી જુનાગઢ ખાતે, "સૌરાષ્ટ્રમાં ઔદ્યોગીક વિકાસની તકો' ઉ૫રનો પરિસંવાદ રાખેલ હતો. - જેમાં ફુલછાબ ના તંત્રી તથા કેન્દ્રીય મંત્રી શ્રી વલ્લભભાઈ કથીરીયા, મુખ્યમંત્રીશ્રી ને આર્થિક સલાહ કાર શ્રી વસાણી, ગુજરાત કૃષિ યુનિર્વસીટી ના ડાયરેકટર વિગેરે મહાનુભાવો હાજર રહેલ હતા. ### ૬) - આ ઉપરાંત સોશ્યલ એકટીવીટી માં, સૌરાષ્ટ્ર ની એન.જી.ઓ. નેટવર્ક"સંગત'ના કન્વીનર તરીકે કાર્ય કરેલ છે. ### ૭) - ભારત સરકાર ના CAPART – ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, મીનીસ્ટ્રી ઓફ ટેક્ષટાઈલ્સ, એમ.એફ.પી.આઈ., અને ગુજરાત સરકારના, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ડી.આઈ.સી., ડી.આર.ડી.એ. વિગેરે તથા બેન્કોમાં નાબાર્ડ,આઈ.સી.આઈ.સી.આઈ., આઈ.ડી.બી.આઈ., તથા સીડબી જેવી બેન્કો તથા ઓકસફામ ઈન્ડીયા ટ્રસ્ટ તથા યુરોપીયન યુનિયનના સહયોગ મેળવી ઉદ્યોગ સાહસિકોને તાલીમ આપેલ છે. ### ૮) - આર.બી.આઈ., ડી.આર.ડી.એ. તથા Rseti માં એન.જી.ઓ. પ્રતિનીધી તરીકે કમીટીમાં સેવા આપેલ છે. ### ૯) - હાલમાં છેલ્લા ૬ માસથી "ઉદ્યોગ સાહસિક'નામની યુ ટ્યુબ ચેનલ ચલાવે છે, યુ ટયુબ દ્વારા મોનીટરાઈઝ થાય છે. ### ૧૦) - ઉદ્યોગ ક્ષેત્રે કરેલ કામગીરીની કદર રૂપે – ઈ.ડી.આઈ.આઈ. – સીડબી દ્વારા ૧૯૯૫માં 'નેશનલ લેવલ બેસ્ટ ઈ.ડી.પી. ટ્રેનર્સ' એવોર્ડ મળેલ છે. - આમ, સૌરાષ્ટ્રના ઉદ્યોગના વિકાસમાં આશરે ૪૦ વર્ષ સુધી સેવા આપેલ છે. - કદાચ ઉદ્યોગ સાહસિકો માટે આટલી કામગીરી કોઈએ કરેલ નહી હોય.

Use Quizgecko on...
Browser
Browser