BA-SEM-I SEC- Unit-1 Gujarati Document PDF

Summary

This document discusses fairs in Gujarat's tribal society. It describes the types of fairs, their significance in local life and their cultural context and how the relevance of fairs still remains in modern times despite new entertainment options.

Full Transcript

**BA-SEM-I** **SEC-** **Unit-1** **૧** **ગુજરાતના આદિવાસી સમાજમાં ભરાતા મેળા અને તેના પ્રકાર** 1. **પૂર્વભૂમિકા :-** માનવનો સ્વભાવ છે કે તે એકલો કદી રહી શક્તો નથી. તે સમૂહમાં રહે છે અને રોજબરોજના કામોમાંથી પરિવર્તન લાવવા તેમજ તેની મુશ્કેલીઓને ભૂલવા તહેવાર, વ્રત, ઉત્સવ અને મેળાઓ યોજ...

**BA-SEM-I** **SEC-** **Unit-1** **૧** **ગુજરાતના આદિવાસી સમાજમાં ભરાતા મેળા અને તેના પ્રકાર** 1. **પૂર્વભૂમિકા :-** માનવનો સ્વભાવ છે કે તે એકલો કદી રહી શક્તો નથી. તે સમૂહમાં રહે છે અને રોજબરોજના કામોમાંથી પરિવર્તન લાવવા તેમજ તેની મુશ્કેલીઓને ભૂલવા તહેવાર, વ્રત, ઉત્સવ અને મેળાઓ યોજે છે. માનવી કઠોર પરિશ્રમ અને વિવિધ ક્રિયા કલાપોમાંથી ધ્યાન હટાવવા માટે મનોરંજનની જરૂરિયાત ઇચ્છે છે. તેનાથી મનુષ્ય તનમનથી પ્રફુલ્લિત થઇને પોતાની ક્રિયામાં સક્રિય થઇ જાય છે. તહેવાર, વ્રત અને મેળાઓ એક અવસર પ્રદાન કરે છે. તે વિવિધ આવશ્યકતાઓની પૂર્તિની સાથે-સાથે લોકોને સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રેમ, કૌટુંબિક ભાવનાની હૂંફ આપે છે. આમ મેળાઓ, તહેવારો અને ઉત્સવો આપણી ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. **2 મેળાનો અર્થ :-** **3 લોકજીવનમાં મેળાનું મહત્વ :-** **4 મેળાના પ્રકારો :-** 'મેળો\' શબ્‍દ કાને પડતાં જ દુહા, છંદ, રાસ, નૃત્‍યો, ગ્રામવૈભવ, ધર્મસંસ્‍કૃતિ, લોકવારસો, પરંપરા, શ્રદ્ધા, ઉત્‍સાહ અનેકવિધ દૃશ્‍યો નજરે ખડાં થઇ જાય છે. જીવનના ઉલ્લાસનું મહામૂલું પર્વ જ નહીં પરંતુ લોકસંસ્‍કૃતિનો ધબકાર છે. વિજ્ઞાને રેડિયો, ટેલિવિઝન, વિડિયો, સિનેમા સહિતના અત્‍યાધુનિક સાધનો આપ્‍યાં હોવા છતાં આપણા વૈવિધ્‍ય સભર લોકમેળાઓનું સૌંદર્ય અને આકર્ષણ ઝંખવાયું નથી. ગુજરાતમાં વર્ષ દરમિયાન નાનામોટા મળીને આશરે ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે. મુખ્‍યત્‍વે દેવી-દેવતાઓ, સંતો મહંતો, પીરના મેળાઓ ભરાય છે. મોટાભાગના મેળાઓ ધર્મોત્‍સવ જેવા હોય છે. પરંતુ આધુનિક યુગમાં તો જાણે કે લોકોને મેળો મનાવવવાનું બહાનું જોઇતું હોય છે. હવે તહેવારો વગર પણ ફન ફેર જેવા આયોજનો થાય છે. તેમાં પણ હાઇટેક ટેકનોલોજી ભળી છે.    હાલ મેળા ઉપરાંતના મિલનસ્‍થળો વધ્‍યા છે, આનંદ ઉત્‍સવના પ્રસંગો વધ્‍યા છે. જે મેળાની ઝાકઝમાળને ઝાંખી પાડી દે એવા વિવિધ પ્રસંગો રોજ-બરોજ ઉજવાતા હોય છે, જેમાં લગ્ન સમારંભ, બર્થ ડે પાર્ટી, મેરેજ એનિવર્સરી, રિસેપ્‍શન પાર્ટી સહિતના પ્રસંગો ખૂબ ભવ્‍યતાથી ઉજવાય છે. તમારી તાકાત હોય એટલી ઉજવણી કરો, પરંતુ ફનમાં કે ફન-વર્લ્‍ડમાં મેળાની માસૂમિયત નથી, નિર્દોષ આનંદ ઓછો છે, ને લોકોને લોભાવવા માટે વધુ છે. આજે મેળાના આકર્ષણનું સ્‍થાન મલ્‍ટીપ્‍લેકસ લઇ રહ્યા હોવા છતાં લોકમેળાનો મોહ  યથાવત રહ્યો છે.

Use Quizgecko on...
Browser
Browser