Std-1 Kalkaliyo - Gujarati Second Language PDF

Summary

This Gujarati textbook, intended for Standard 1 students, covers the second language curriculum. It emphasizes active learning, focusing on listening, speaking, reading, and writing, suitable for young learners.

Full Transcript

# કલકલિયો (ગુજરાતી - દ્વિતીય ભાષા) ## ધોરણ ૧ ### પ્રતિજ્ઞાપત્ર ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈબહેન છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા માતાપિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દ...

# કલકલિયો (ગુજરાતી - દ્વિતીય ભાષા) ## ધોરણ ૧ ### પ્રતિજ્ઞાપત્ર ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈબહેન છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા માતાપિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પ છું. તેમનાં કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે. ## રાજ્ય સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનું પુસ્તક | વિદ્યાર્થીનું નામ : | | |-------------------|-------------------| | શાળાનું નામ : | | | વર્ગ | : ક્રમાંક : | ## મૂળભૂત ફરજો ભારતના દરેક નાગરિકની ફરજો નીચે મુજબ રહેશે: - સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની; - આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની; - ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની; - દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની; - ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની; - આપણી સંયુક્ત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની; - જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની, તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા રાખવાની; - વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની; - જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની; - રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે, વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની. - માતા-પિતાએ અથવા વાલીએ ૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની. # આ પાઠયપુસ્તક વિશે... ગિરા ગુર્જરીના અધ્યાપનક્ષેત્રમાં આપનું સ્વાગત છે. ભાષાની સમજણ જે-તે પ્રદેશની તાસીર અને તેમાં આંતરક્રિયા કરનારા માનવ-સમુદાયોના ભાવ, ચિંતન અને વ્યવહારોના સંયોજનમાંથી બંધાય છે. દરેક ભાષામાં પોતાની આબોહવા તેમજ સંસ્કૃતિની સોડમ હોય છે. માતૃભાષા તેમજ અન્ય કાર્યો માટે પ્રયોજવામાં આવતી ભાષાનો વાતાવરણમાં એક પ્રકારનો તણાવ/મૂંઝારો ઘૂંટાતો હોય છે. દૂધભાષા અને બોધભાષાના દ્રન્દ્રને આશ્લેષમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ સમજુ અગ્રણીઓએ કરવો જોઈએ. ગુજરાતી (દ્વિતીય ભાષા) GSL-1નું આ પ્રથમ ઐતિહાસિક પાઠયપુસ્તક પોતાનામાં અનેક સંભાવનાઓ તથા સંવેદનાઓ સંગોપીને આપના આંગણે આવ્યું છે. એમાં લખાયેલા શબ્દોમાં બદ્ધ થઈ ગયેલા વિચારો, સંવેદનાઓ તેમજ ઉન્મેષોને વર્ગમાં પ્રવાહિત કરવાનું સુકાર્ય આપના દ્વારા થશે જ એવો સૌને વિશ્વાસ છે. આ પાઠયપુસ્તકની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે: - આ શિક્ષક-સંચાલિત અધ્યયનપોથી છે. - આમાં દ્વિતીય ભાષાના અધ્યાપનના સિદ્ધાંતો અનુસાર પ્રથમ વર્ષના દ્વિતીય વર્ષના પાંચથી છ વર્ષના બાલ-અધ્યેતા માટે સામગ્રીનું ચયન અને નિયમન કરવામાં આવ્યું છે. - શક્ય તેટલું વધુ શ્રવણ, તેને અનુસરતું સંભાષણ અને મોડે-મોડેથી (બીજા ધોરણથી) થતું વાચન અને લેખન એવો ક્રમ જાળવ્યો છે. - બાળકોની પંચેન્દ્રિયની સક્રિયતાને, ઊર્જાને, અનુભવ-વિશ્વને, અસીમ કલ્પનાને અને અણમોલ સંવેદનશીલતાને વર્ગ-વાતાવરણમાં ક્રિયાન્વિત કરવાના ઉદેશ્યો અહીં નિશ્ચિત કરવામાં આવ્યા છે. - દ્વિતીય ભાષા તરીકે ગુજરાતીનો પ્રયોગ કરીને બાળકો પોતાના સામાજિક, સાંસ્કૃતિક, વ્યાવસાયિક અને ઘરના વાતાવરણમાં પોતાને અભિવ્યક્ત કરવા સક્ષમ અને અભિપ્રેરિત થાય તે આ પાઠયપુસ્તકનું લક્ષ્ય (aim) છે. આ પાઠયપુસ્તક સાથે જેમને સંકળાવાનું બનશે તેવાં શિક્ષકો તથા મા-બાપ, વાલીઓ થોડા Do's and don'tsને ધ્યાનમાં લેશે, તો આ પુસ્તક ભણનારાં નાનકડાં-વહાલાં/ધમાલિયાં બાળકોને મોટી સહાય મળશે ને તેઓનો પરિશ્રમ પ્રસન્નતામાં પલટાઈ જશે. 1. શરૂઆતના ધોરણમાં બાળકોને મૂળાક્ષરો કે બારાક્ષરી લખતાં કે વાંચતાં શીખવવાના નથી. બાળકો ગુજરાતી અક્ષરોને “ચિત્ર” તરીકે અવલોકે અને ચિત્ર તરીકે જ ઓળખે | અનુલેખન કરે. 2. શ્રવણ – સાંભળવું - વર્ગમાં, વર્ગની બહાર, ઓડિયો-વિડિયો માધ્યમથી કે મિત્રો-વડીલો પાસેથી તે ખૂબ-ખૂબ-ખૂબ જરૂરી છે. બલકે અનિવાર્ય છે. જે ભાષાનું બાળકના કાન દ્વારા શ્રવણ ન થાય તેનું ક્યારેય મુખ દ્વારા ઉચ્ચારણ ન થાય. બાળકોને સાદી વાર્તા, કવિતા, પ્રસંગો, સમાચારો સંભળાવતા રહો, સંભળાવતા રહો. 3. ગુજરાતી (દ્વિતીય ભાષા)ના શિક્ષણમાં પ્રાથમિક તબક્કામાં ગુજરાતી વ્યાકરણ (સંજ્ઞા, વિશેષણ, પુલ્લિંગ-સ્ત્રીલિંગ, એકવચન-બહુવચન) જરા પણ શીખવવાનું નથી. કેમ કે વ્યાકરણ એ “ભાષા વિશે' શીખવે છે. ભાષા સ્વયં નહિ. આથી વાક્યરચના કે શબ્દો શીખવતી વખતે સંજ્ઞા-વિશેષણ- વચન, લિંગ, કાળ વગેરે અંગે કંઈ સ્પષ્ટીકરણ કરવાનું નથી. 4. જોડણી અને ઉચ્ચારશુદ્ધિ પણ પહેલા બે-ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન બિનજરૂરી છે. આ પ્રકારની ભૂલો દર્શાવવાથી બાળકો બોલવાનું ટાળવા માંડે છે. 5. શરૂઆતમાં બાળક નવી ભાષાનું શ્રવણ કરે ત્યારે શિક્ષક દ્વારા અપાતી ભાષા સરળ હોય, ધીમી ગતિથી રજૂઆત થાય અને વાર્તા, પ્રસંગ કે કથનમાં પ્રથમ ભાષાના કોઈક શબ્દો આવી જાય તે સ્વાભાવિક ગણાય. તે જ રીતે બાળકો બોલે ત્યારે “આ કયું ટ્રી છે?” “આ લીમડાનું ટ્રી છે.” એવું બોલે તે સ્વીકાર્ય છે. 6. ગુજરાતી શબ્દો કે વાક્યો શીખવવા માટે શાળાના માધ્યમની ભાષામાં ભાષાંતર કરવું નહિ. વર્ગમાં પરિસ્થિતિ સર્જીને તથા હાથની એક્શન કે ચહેરાના એક્સપ્રેશન દ્વારા અર્થ નિપજાવવો. 7. પાઠ્યપુસ્તકમાં મૂકેલાં જોડકણાં, કવિતાઓ, વાર્તાઓ કહેતી કે ગાતી વખતે તે કવિતા-વાર્તામાં આવતા શબ્દોના અર્થોનું સ્પષ્ટીકરણ કરવું નહિ. આ બધા ભાષાકીય ઈનપુટ ગુજરાતી ભાષામાં તેઓને રસબસ/તલ્લીન (immersion) કરવા માટે છે. આ વાર્તા-કવિતામાંથી પ્રશ્નો પૂછવા નહિ. જેમાંથી પ્રશ્નો પૂછવાના હશે તેમાં સૂચના આપી હશે. એક જ વાર્તા, કવિતા, જોડકણું વારંવાર સંભળાવો - ગવડાવો. વાર્તાને અંતે જો બાળકો જાતે જ ચર્ચા કરતાં થઈ જાય તો આપેલા પ્રશ્નો પૂછવા નહિ, પણ જો ચર્ચાનું વાતાવરણ ન બને તો તેઓને પ્રશ્નો પૂછી ચર્ચા તરફ વાળવાં. 8. વર્ગ દરમિયાન બાળકો કૂદે, થોડો અવાજ કરે, ગણગણે, ભેગાં થઈ જાય તે સ્વાભાવિક છે. તેઓની સક્રિયતા અને ઊર્જાની અભિવ્યક્તિ થવા દો. તમે પણ તેમાં જોડાઈ જાવ. 9. દરેક એકમમાં આપેલી પ્રવૃત્તિઓ માત્ર નિદર્શન કે ઉદાહરણરૂપ (Indicative) છે. એ જ પ્રકારની અનેક પ્રવૃત્તિઓ તમારાં બાળકોની જરૂરિયાત પ્રમાણે ઉમેરો. વર્ગશિક્ષણમાં સહાયક થાય તેવી સાધન-સામગ્રી (કાર્ડ, વસ્તુઓ, દૃશ્ય-શ્રાવ્ય, વીજાણુ ઉપકરણો) બનાવો અને પ્રયોજો. 10. વર્ગમાં ભણતાં ગુજરાતીભાષી બાળકોની ભરપૂર સહાય લો. જોડી અને જૂથકાર્યમાં તેઓને મોનિટર તરીકે કામ સોંપો. જ્યારે નવી વાક્યરચના, પ્રશ્નરચના, સંવાદો કરાવવાનાં હોય ત્યારે ગુજરાતીભાષી બાળકોને તમારાં જોડીદાર તરીકે રાખો. ## પાઠ્યપુસ્તકની સંરચના/માળખું : પાઠ્યપુસ્તકમાં બાળકોને આકર્ષી શકે એવાં શીર્ષકો રાખ્યાં છે. જેમ કે, - એકમ ૧: મ્યાઉં મ્યાઉં... કા કા કા... - એકમ ૨: ટેહૂંક ટેહૂંક... હૂપ હૂપ - એકમ ૩: ફરરર... ફરીએ - એકમ ૪: ચણા-વટાણા... જલ્લેબી! - એકમ ૫: રંગબેરંગી રમકડાં - એકમ ૬: પૈડું ચાલે ચક્કર ચક્કર એ જ રીતે જુદાં જુદાં બાળભોગ્ય થીમ રાખ્યાં છે. જેમ કે, - એકમ ૧ અને ૨માં પ્રાણી અને પક્ષીઓ - એકમ ૩: કાર્ટૂન - એકમ ૪: ખાદ્યસામગ્રી - એકમ ૫: રમકડાં - એકમ ૬: વાહનો ધોરણ ૧માં એકમ અંતર્ગત આવતી પ્રવૃત્તિઓને બાળકોની જીભે ચડે તેવાં નામથી ઓળખાવવામાં આવી છે. જેમ કે, વાર્તા માટે ‘ગપસપ’, ગીત માટે ‘ગણગણ’, જોડકણાં માટે “બડબડ”, અભિનય ગીત માટે “છમછમ', રમત માટે “દડબડ” અને ગમ્મત માટે “ખડખડ’. આ પ્રમાણે રચાયેલ પાઠ્યપુસ્તકને નાનકડાં બાળકો માટે “આનંદપોથી” બની રહે તે રીતે વર્ગમાં ક્રિયાન્વિત કરવાનું અને રસિક-રોમાંચક બનાવવાનું ઉત્તરદાયિત્વ સહજપણે શિક્ષકોનું બને છે. આવી રીતે ભણાવતી વખતે વર્ગમાં ગાવા, બોલવા, અભિનય કરવા કે બડબડ કરવાની જે અવિરત તક મળે છે તે શિક્ષક અને વાલીઓ માટે આડપેદાશ તરીકે પ્રાપ્ત થતું સૌભાગ્ય છે. કોઈ લૌટા દે મેરે બચપન કે દિન... નું વરદાન આના લેખકોને જેમ ફળ્યું, તેમ તમને સૌને પણ ફળો, તેવી અભ્યર્થના. ગુર્જર ગિરાનું માધુર્ય તમારા વર્ગમાં સંવર્ધિત થતું રહો ! ## અનુક્રમણિકા | ક્રમ | એકમ | પાના નંબર | |-----|----------------------------------------|-------------| | १. | મ્યાઉં મ્યાઉં... કા કા કા... | १ | | २. | ટેહૂંક ટેહૂંક... હૂપ હૂપ | ८ | | ૩. | ફરરર... ફરીએ | १४ | | ४. | ચણા-વટાણા... જલ્લેબી! | ૨૧ | | ч. | રંગબેરંગી રમકડાં | २८ | | ξ. | પૈડું ચાલે ચક્કર ચક્કર | ३४ | # 1 મ્યાઉં મ્યાઉં... કા કા કા... ## ગીત : ગ મેં એક બિલાડી પાળી છે, ણ તે રંગે બહુ રૂપાળી છે. ગ દહીં ખાય, દૂધ ખાય, ए ને ઘી તો ચપ-ચપ ચાટી જાય. તે ઉંદરને ઝટપટ ઝાલે, પણ કૂતરાથી બીતી ચાલે. તેના ડિલ પર ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે. - ત્રિભુવનદાસ વ્યાસ # ચિત્રવાર્તા ## લપલપિયો કાચબો ગ સ Ч હા પાણી ઓછું થયું છે. નજીક કોઈ તળાવ છે ? હા, બાજુના જંગલમાં છે. <start_of_image> ਚ મને એ તળાવમાં લઈ જાવ ને... અચરજથી નાનાં-નાનાં ઘર અને અન્ય વસ્તુ જોઈ કાચબો બોલી ઊઠે છે. અરે! નાનાં ઘર! કેટલાં નાનાં! હા, લાકડી પકડાવીએ. બોલવાનું નહિ. ## વાતચીત : વાર્તા કહ્યા પછી નીચેના જેવા પ્રશ્નો પૂછો. અહીં વિદ્યાર્થીઓ બોલતા થાય તે ઈચ્છનીય છે. વિદ્યાર્થીઓ શરૂઆતમાં તેમની માતૃભાષામાં જવાબો આપે, તો તેનો સ્વીકાર કરવો. - તમને વાતો કરવાનું ગમે છે? - તમે કોની કોની સાથે વાતો કરો છો? - તમારો કયો મિત્ર વધારે વાતો કરે છે? - તમને કેવી વાતો કરવી વધારે ગમે છે? ## રમત : | દીપક, રોશની | | |--------------|------------| | દીપક | દીપક, રોશની, સલમા | - તમામ વિદ્યાર્થીઓને વર્તુળમાં ઊભા રાખી આ રમત રમાડવી. - તારું નામ... આનું નામ... મારું નામ... - તારા પપ્પાનું નામ... આના પપ્પાનું નામ... - (મારા પપ્પાનું નામ... એમ બોલાવવું.) - તારાં માસીનું નામ... આનાં માસીનું નામ... - (મારાં માસીનું નામ... એમ બોલાવવું.) આ રીતે જુદા-જુદા સંબંધનાં નામ વડે આ રમત આગળ વધારવી. # 2 ટેહૂંક ટેહૂંક... હૂપ હૂપ ## ગીત : ગ મારો છે મોર એ ગ મારો છે મોર, મારો છે મોર, એ મોતી ચરંતો મારો છે મોર. મારી છે ઢેલ, મારી છે ઢેલ, મોતી ચરંતી મારી છે ઢેલ. મારો છે મોર, મારો છે મોર, માળામાં બેસનાર મારો છે મોર. મારી છે ઢેલ, મારી છે ઢેલ, ડાળી પર બેસનાર મારી છે ઢેલ. મારો છે મોર, મારો છે મોર, રાજાનો માનીતો મારો છે મોર. મારી છે ઢેલ, મારી છે ઢેલ, રાણીની માનીતી મારી છે ઢેલ. બોલે છે મોર, બોલે છે મોર, સોનાને ટોડલે, બોલે છે મોર. બોલે છે ઢેલ, બોલે છે ઢેલ, રૂપાને બારણે, બોલે છે ઢેલ. ## વાર્તા : ### રીંછ અને દડો વહેલી સવારનો સમય હતો. ચારે બાજુ ધુમ્મસ જ ધુમ્મસ. સિંહનું એક બચ્ચું જાંબુના ઝાડની નીચે સૂતું હતું. એ સમયે રીંછભાઈ ફરવા નીકળ્યા. અચાનક તેમની નજર જાંબુના ઝાડ નીચે પડી. આંખો ફેલાવી, બુદ્ધિ દોડાવી, “આહા! ફૂટબૉલ. ચાલો ફૂટબૉલથી રમીએ”. આમતેમ જોયા વિના રીંછે સિંહના બચ્ચાને ફૂટબૉલ સમજીને લાત મારીને ફંગોળ્યું. હવામાં ઉછાળેલા સિંહના બચ્ચાએ ગર્જના કરી ઝાડની એક ડાળી પકડી લીધી. પરંતુ ડાળી તૂટી ગઈ. રીંછ વાત સમજી ગયું. તેને પસ્તાવો થયો. પણ તરત જ દોડીને સ્ફૂર્તિથી બંને હાથ આગળ ધરીને સિંહના બચ્ચાને ઝીલી લીધું. અરે આ શું! સિંહનું બચ્ચું ફરીથી ઉછાળવા માટે કહી રહ્યું હતું. એકવાર ફરીથી રીંછે સિંહના બચ્ચાને ઉછાળ્યું. બીજીવાર... ત્રીજીવાર... વારંવાર આવું થવા લાગ્યું. સિંહના બચ્ચાને ઉછળવામાં મજા આવી રહી હતી. પરંતુ રીંછ થાકી गયું હતું. અરે! કેવી મુશ્કેલીમાં આવી ગયા. બારમી વખત ઉછાળીને રીંછે ઘર બાજુ દોટ લગાવી અને અદૃશ્ય થઈ ગયું. આ વખતે સિંહનું બચ્ચું નીચે પડ્યું. ધડામ... ## વાતચીત - આ બચ્ચાનું નામ શું પાડી શકાય? - બચ્ચાના પપ્પાનું નામ શું પાડશો? - તમે પાડેલું નામ સિંહ કેવી રીતે બોલશે? - તમે સિંહના અવાજમાં તમારું નામ કેવી રીતે બોલશો? - તમે પાડેલું સિંહનું નામ કાગડો કઈ રીતે બોલશે? - રીંછ શા માટે ભાગી ગયું હશે? - સવારે કેવું વાતાવરણ હોય છે? # 3 ફરરર... ફરીએ ## અભિનય ગીત : અમે ફેરફુદરડી छ મ અમે ફેરફુદરડી ફરતાં'તાં, મ અમે ફેરફુદરડી ફરતાં'તાં, ફેરફુદરડી ફરતાં ફરતાં, પડી જવાની કેવી મજા! ભાઈ, પડી જવાની કેવી મજા! અમે સંતાકૂકડી રમતાં'તાં, અમે સંતાકૂકડી રમતાં'તાં, સંતાકૂકડી રમતાં રમતાં, પકડાઈ જવાની કેવી મજા! ભાઈ, પકડાઈ જવાની કેવી મજા! અમે આમલીપીપળી રમતાં'તાં, અમે આમલીપીપળી રમતાં'તાં, આમલીપીપળી રમતાં રમતાં, સંતાઈ જવાની કેવી મજા! ભાઈ, સંતાઈ જવાની કેવી મજા! અમે બિલ્લી-ઉંદર રમતાં'તાं, અમે બિલ્લી-ઉંદર રમતાં'તાં, અમે ચૂં...ચૂં. મ્યાઉં... મ્યાઉં કરતાં'તાં, અમે ચૂં...ચૂં...મ્યાઉં... મ્યાઉં કરતાં'તાં, ચૂં ચૂં મ્યાઉં મ્યાઉં કરતાં કરતા, નાસી જવાની કેવી મજા! ભાઈ, નાસી જવાની કેવી મજા! - મૂળજીભાઈ ભક્ત ## વાર્તા : ### હું પણ... એક ઈડામાંથી બતકનું બચ્ચું નીકળ્યું અને બોલ્યું, “લ્યો, હું ઈડામાંથી બહાર આવ્યું,” બીજા ઈડામાંથી મરઘીનું પીલું નીકળ્યું અને બોલ્યું, “લ્યો, હું પણ આવી ગયું.” બતકનું બચ્ચું કહે, “હું ફરવા જાઉં છું.” પીલું કહે, “હું પણ આવીશ.” બતકનું બચ્ચું કહે, “હું ખાડો ખોદું છું.” પીલું કહે, “હું પણ ખોદીશ.” બતકનું બચ્ચું કહે, “મને એક અળસિયું મળ્યું.” પીલું કહે, “મને પણ અળસિયું મળ્યું.” બતકનું બચ્ચું કહે, “મેં એક પતંગિયું પકડ્યું.” પીલું કહે, “મેં પણ પતંગિયું પકડ્યું.” બતકનું બચ્ચું કહે, “હું તરવા માગું છું.” પીલું કહે, “હું પણ તરવા માગું છું.” બતકનું બચ્ચું કહે, “જુઓ, હું તરું છું.” પીલું કહે, “હું પણ તરીશ.” પણ આ શું? બતકનું બચ્ચું તરે, મરઘીનું બચ્ચું કંઈ તરે? એ તો ડૂબવા લાગ્યું. “બચાવો...” પીલુંએ બૂમ પાડી. બતકના બચ્ચાએ પીલાને પાણીમાંથી બહાર કાઢ્યું. - પછી બતકના બચ્ચાએ મરઘીના બચ્ચાને શું કહ્યું હશે? ## વાતચીત : વાર્તાચિત્રોને આધારે નીચે જેવા પ્રશ્નો પૂછવા : - બતકનું બચ્ચું શું કરે છે? - મરઘીનું બચ્ચું શું કરે છે? - તમને આ વાર્તામાં શું ગમ્યું? ## અભિનય : “હું પણ” વાર્તા ફરી કહેવી. બતકના અને મરઘીના બચ્ચાનો સંવાદ આ રીતે આગળ વધારવો. સંવાદ સાથે વિવિધ ક્રિયાનો અભિનય પણ કરાવવો. શિક્ષક : હું કેળું ખાઈશ. વિદ્યાર્થીઓ : હું પણ કેળું ખાઈશ. શિક્ષક : હું કૂદકા મારીશ. વિદ્યાર્થીઓ : હું પણ કૂદકા મારીશ. ## રમત : બત

Use Quizgecko on...
Browser
Browser