Std 10 Gujarati Ganit Past Paper PDF

Summary

This is a mathematics past paper for Grade 10 in Gujarati, covering topics like algebra, geometry, and statistics. The paper includes multiple sections and subtopics.

Full Transcript

# સાંદીપનિ / વાલ્મીકો/ ## પ્રથમ વાર્ષિક પરીક્ષા ### તારીખ : ૧૭/૧૦/૨૦૨૪ ### ધોરણ : ૧૦ ### વિષય : ગણિત (બેઝિક) ### કુલ ગુણ : ૮૦ ### સમય : ૩ કલાક **સૂચના :** - બધા જ પ્રશ્નો ફરજિયાત છે. આંતરિક વિકલ્પો આપેલા છે. - આ પ્રશ્નપત્રના કુલ 39 પ્રશ્નો વિભાગ A, B, C અને D માં વહેંચાયેલા છે. - પ્રશ્નની જમણીબાજુ...

# સાંદીપનિ / વાલ્મીકો/ ## પ્રથમ વાર્ષિક પરીક્ષા ### તારીખ : ૧૭/૧૦/૨૦૨૪ ### ધોરણ : ૧૦ ### વિષય : ગણિત (બેઝિક) ### કુલ ગુણ : ૮૦ ### સમય : ૩ કલાક **સૂચના :** - બધા જ પ્રશ્નો ફરજિયાત છે. આંતરિક વિકલ્પો આપેલા છે. - આ પ્રશ્નપત્રના કુલ 39 પ્રશ્નો વિભાગ A, B, C અને D માં વહેંચાયેલા છે. - પ્રશ્નની જમણીબાજુના અંક તેના ગુણ દર્શાવે છે. - જરૂર જણાય ત્યાં આકૃતિ દોરવી. રચનાની રેખાઓ જાળવી રાખવી. - નવો વિભાગ નવા પાનાંથી લખવાની શરૂઆત કરવી. પ્રશ્નના જવાબ ક્રમમાં લખો. - કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો નહીં. ## વિભાગ- A નીચેના 1 થી 24 પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. (પ્રત્યેકનો 1 ગુણ) દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. 1. સૌથી નાની વિભાજ્ય સંખ્યા - A) 1 - B) 2 - C) 3 - D) 4 2. P(x) = x^3 + 3x² + 3x + 2 નો એક અવયવ x + 2 હોય, તો P(-2) = ? - A) 28 - B) 9 - C) 0 - D) 2 3. બિંદુ (-2, -2) ........ ચરણાનું બિંદુ છે. - A) પહેલા - B) બીજા - C) ત્રીજા - D) ચોથા 4. જો A (1, 2) અને B (3, -2) આપેલા બિંદુઓ હોય તો AB નું મધ્યબિંદુ છે. - A) P(2, 0) - B) P(2, 1) - C) P(-1, 0) - D) P(0, 0) 5. નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી ? - A) મધ્યક - B) વિસ્તાર - C) મધ્યસ્થ - D) બહુલક 6. કોઈ ઘટનાની સંભાવના ....... હોય તે શક્ય નથી. - A) 2/3 - B) -1.5 - C) 0.15 - D) 0.7 નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. 7. 3+√16 એ ....... સંખ્યા છે. (સંમેય, અસંમેય, ઋણપૂર્ણાંક) 8. આપેલ આલેખ y = P(x) માટે શૂન્યોની સંખ્યા ....... છે. (2, 3, 4) 9. જો x = 2, y = 3 એ સુરેખ સમીકરણ 5x – 3y = K નો એક ઉકેલ હોય, તો K = ...... (19, 1, 9) 10. A (3, 4) નું ઉગમબિંદુથી અંતર ....... છે. (25, 5, 7) 11. 30-40 વર્ગની મધ્યબિંદુ ....... છે. (30, 35, 40) 12. જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે તેની સંભાવના ....... થાય. (0, 1, -1) નીચે આપેલા વિધાનો ખરાં છે કે ખોટા જે જણાવો. 13. બે ધન પૂર્ણાંકો a અને b માટે, ગુ.સા.અ. (a, b) x લ.સા.અ. (a, b) = a x b 14. સમાંતર શ્રેણી 35, 30, 25, ....... નો સામાન્ય તફાવત 5 છે. 15. બધા ચોરસો સમરૂપ છે. 16. ઊગમબિંદુના યામ (1, 1) છે. ## વિભાગ- B નીચેના પ્રશ્ન નં. 25 થી 37 પ્રશ્નોમાંથી કોઈપણ 9 પ્રશ્નોના ગણતરી જવાબ આપો. (પ્રત્યેકના 2 ગુણ) 25. અવિભાજ્ય અવયવોની રીતથી 12, 15 અને 21 નો ગુ.સા.અ. શોધો. 26. દ્વિઘાત બહુપદી 6x² – 7x - 3 નાં શૂન્યો શોધો. 27. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે −3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. 28. 7x - 15y = 2 અને x + 2y = 3 દ્વિઘાત સુરેખ સમીકરણ યુગ્નનો ઉકેલ આદેશની રીતે શોધો. 29. 3x + 4y = 10 અને 2x - 2y = 2 નો ઉકેલ લોપની રીતે શોધો. 30. સમાંતર શ્રેણી 3, 8, 13, 18, ....... નું કેટલામું પદ 78 થાય ? 31. સમાંતર શ્રેણી 10, 7, 4, ....... નું 30 મું પદ શોધો. 32. ચકાસો કે (5, -2), (6, 4) અને (7, -2) એ સમદ્વિબાજુ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે. 33. આપેલ આવૃત્તિ વિતરણ માટે, z = 25, (x) = 25 હોય તો M શોધો. 34. કોઈ વર્ગીકૃત માહિતી માટે x = 60.55, Efidi = -195 અને Σfi = 100 હોય તો ધારેલ મધ્યક શોધો. 35. સવિતા અને હમિદા મિત્રો છે. બંનેના (1) જન્મ દિવસ જુદા જુદા હોય, (2) જન્મ દિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થશે ? (લીપવર્ષને અવગણવું) 36. જો P(E) = 0.05 હોય, તો ‘E નહીં' ની સંભાવના શોધો. 37. સિક્કાને એક વાર ઉછાળવામાં આવે છે ત્યારે છાપ (H) મળવાની સંભાવના શોધો. તથા કાંટો (T) મળવાની સંભાવના પણ શોધો. ## વિભાગ- C નીચેના પ્રશ્ન નં. 38 થી 46 પ્રશ્નોમાંથી કોઈપણ 6 પ્રશ્નોના ગણતરી જવાબ આપો. (પ્રત્યેકના 3 ગુણ) 38. 4x² - 4x + 1 દ્વિઘાત બહુપદીનાં શૂન્યો શોધો તથા તેમનાં શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. 39. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના નવ ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં બે ગણી છે. તો તે સંખ્યા શોધો. 40. જે સમાંતર શ્રેણીમાં d = 7 અને 22 મું પદ 149 હોય, તેનાં 22 પદોનો સરવાળો શોધો. 41. a = 8, a = 62, S = 210 આપેલ હોય, તો n અને d શોધો. 42. બિંદુઓ A (2, -2) અને B (4, 7) ને જોડતા રેખાખંડનાં ત્રિભાગ બિંદુઓના યામ શોધો. ## વિભાગ- D નીચેના પ્રશ્ન નં. 47 થી 54 પ્રશ્નોમાંથી કોઈપણ 5 ಪ್ರಶ್નોના ગણતરી જવાબ આપો. (પ્રત્યેકના 4 ગુણ) 47. સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર સમાંતર દોરેલી રેખા બાકીની બે బాજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. 48. એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ વિતરણનો વિચાર કરો. | દૈનિક વેતન (રૂ.માં) | 500-520 | 520-540 | 540-560 | 560-580 | 580-600 | |---|---:|---:|---:|---:|---:| | કારીગરોની સંખ્યા | 12 | 14 | 08 | 06 | 10 | યોગ્ય રીતનો ઉપยોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો. 49. સમાંતર શ્રેણીના પ્રથમ 7 નો સરવાળો 49 અને 17 પદोનો સરવાળो 289 હોય, તો તેનાં પ્રથમ n પદોનો સરવાળો શોધો. 50. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઈનામો માટે કુલ રૂ. 700 ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઈનામ આગળના ઈનામ કરતાં રૂ. 20 ઓછું હોય, તો પ્રત્યેક ઈનામની રકમ શોધો. 51. નીચેનું આવૃત્તિ-વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજવપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ શોધો. | माસिक વપરાશ (એકમમાં) | 65-85 | 85-105 | 105-125 | 125-145 | 145-165 | 165-185 | 185-205 | |---|---:|---:|---:|---:|---:|---:|---:| | ગ્રાહકોની સંખ્યા | 4 | 5 | 13 | 20 | 14 | 8 | 4 | 52. નીચेनी आवृत्ति वितरण બાળકોનું દૈનિક ખિસ્સાભથ્થુ દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક રૂ. 18 છે. ખૂટતી આવृत्ति f શોધો. | દૈનિક ખિસ્સા ભથ્થુ (રૂ.માં) | 11-13 | 13-15 | 15-17 | 17-19 | 19-21 | 21-23 | 23-25 | |---|---:|---:|---:|---:|---:|---:|---:| | બાળકોની સંખ્યા | 7 | 6 | 9 | 13 | f | 5 | 4 | 53. સरખી રીતે ચીપેલાં 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે, તો (i) લાલ રંગનો રાજા, (ii) મુખ મુદ્રાવાળું પત્તું, (iii) લાલનો ગુલામ, (iv) કાળીનું પત્તું મળવાની સંભાવના શોધો. 54. એક ભૂરો એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો (1) 8 હોય, (2) 13 હોય, (3) 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના શોધો