સ્થાનિક સરકાર PDF

Summary

This Gujarati document presents an overview of local government systems in India, detailing the structure and functions of panchayats (gram panchayat, taluka panchayat, and zilla panchayat) and municipal bodies (nagar palika and mahanagar palika).

Full Transcript

# સ્થાનિક સરકાર ## સ્થાનિક સરકાર (પંચાયતીરાજ) ### ગ્રામીણ પ્રશાસન | ગ્રામ | તાલુકા | જિલ્લા | |---|---|---| | ગ્રામપંચાયત | તાલુકા પંચાયત | જિલ્લા પંચાયત | **આપણે પંચાયતીરાજનું ત્રણ સ્તરનું માળખું સ્વીકારેલ છે :** 1. ગ્રામ કક્ષાએ ગ્રામપંચાયત 2. તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત 3. જિલ્લા કક્ષાએ જિલ્...

# સ્થાનિક સરકાર ## સ્થાનિક સરકાર (પંચાયતીરાજ) ### ગ્રામીણ પ્રશાસન | ગ્રામ | તાલુકા | જિલ્લા | |---|---|---| | ગ્રામપંચાયત | તાલુકા પંચાયત | જિલ્લા પંચાયત | **આપણે પંચાયતીરાજનું ત્રણ સ્તરનું માળખું સ્વીકારેલ છે :** 1. ગ્રામ કક્ષાએ ગ્રામપંચાયત 2. તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત 3. જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત **જિલ્લા પંચાયત** **તાલુકા પંચાયત** **ગ્રામ-પંચાયત** _સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે ! અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે._ ### શહેરી પ્રશાસન | નગરપાલિકા | મહાનગરપાલિકા | |---|---| **16.1 સ્થાનિક સરકાર** - ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. - નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. ## ગ્રામપંચાયત **16.2 સરકારનું વિકાસ માળખું** **કેન્દ્ર સરકાર** **રાજ્ય સરકાર** **જિલ્લા પંચાયત** **તાલુકા પંચાયત** **ગ્રામપંચાયત** **રચના:** - સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનું એકમ ગ્રામપંચાયત છે. - 500 થી 25,000 સુધીની વસતી ધરાવતાં ગામમાં ગ્રામપંચાયતની રચના કરવામાં આવે છે. - ગ્રામપંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસતીના આધારે વધુમાં વધુ 16 ચૂંટાયેલા સભ્યો હોય છે. - ગ્રામપંચાયતના વડાને સરપંચ કહે છે. - દર પાંચ વર્ષે ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે. - ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે. - વોર્ડના સભ્યને જે તે વોર્ડના મતદારો ચૂંટે છે. - ગ્રામપંચાયતની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી. **વહીવટ:** - ગ્રામપંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસનાં કામો અંગે ઠરાવો કરીને ગામના વિકાસનાં કામો નક્કી કરે છે. - સરકાર તરફથી તલાટી-કમ-મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. - તે વહીવટીકાર્ય સંભાળે છે. - કરવેરાની વસૂલાત કરે છે. - ગ્રામપંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે. - ગ્રામપંચાયતના કાર્યાલયને ‘ગ્રામ સચિવાલય’ પણ કહેવામાં આવે છે. **ગ્રામપંચાયતની આવકનાં સાધનો :** - પાણીવેરો, સફાઈવેરો, મિલકતવેરો, દુકાનવેરો - રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન **16.3 ગ્રામપંચાયત** **કાર્યો :** - ઘર નંબર આપવા. - ઘરવપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા - ગામના રોડ-રસ્તા બનાવવા - ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ - જાહેર મિલકતની જાળવણી - ગામમાં આરોગ્યવિષયક જાળવણી - ગામમાં દીવાબત્તી (લાઈટ)ની વ્યવસ્થા - ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધા, જાગ્રતિ અને ફેલાવો - ગ્રામવિકાસનું આયોજન - ગામનાં ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી - જમીન દફતરની જાળવણી - જન્મ-મરણનું રજિસ્ટર નિભાવવું. ## ગ્રામસભા **16.4 ગ્રામસભા** - સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામસભા એટલે ગામના લોકોને ભેગા કરવા. - ગ્રામસભા એ ગામની ધારાસભા જેવી છે. - ગામમાં રહેતા પુખ્ત વયના બધા જ સભ્યો ગ્રામસભાના સભ્ય ગણાય છે. - તેને ગ્રામસભામાં હાજર રહેવાનો, મત આપવાનો કે કોઈપણ દરખાસ્ત કરવાનો અધિકાર છે. - ગ્રામપંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું બે વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે. - ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ હોય છે. - અગાઉથી જાણ કરીને ગ્રામસભાની બેઠક બોલાવવામાં આવે છે. - જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારીઓ હાજર રહે છે તેમજ ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ હાજર રહે છે. - ગ્રામપંચાયતે કરવાના વિકાસનાં કામોનો અગ્રતાક્રમ નક્કી કરવામાં આવે છે. - ગામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા, ગ્રામસફાઈ, લાઈટની સુવિધા, શિક્ષણ અને આરોગ્યની સુવિધા વગેરેની ચર્ચા થાય છે. - ગ્રામસભાના દરેક સભ્યે જાગ્રત રહીને ગ્રામસભામાં અવશ્ય હાજરી આપવી જોઈએ. - ગામના પ્રશ્નો અને વિકાસનાં કામોની ચર્ચા થવી જોઈએ તો જ ગામને પારદર્શક વહીવટ મળશે અને ગ્રામસભાને ઉદ્દેશ સફળ થશે. ## સમરસ ગ્રામપંચાયત - ગ્રામપંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામપંચાયતને સમરસ ગ્રામપંચાયત કહે છે. - ગામમાં સંપ, સહકાર, સુમેળ અને સંવાદિતા જળવાઈ રહે તે રીતે સ્થાનિક પ્રજા વિકાસમાં ભાગ લે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર, 2001માં પંચાયત ગ્રામ, ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી. - ગ્રામપંચાયતની ચૂંટણી બિનહરીફ થાય તો સરકાર દ્વારા ગામના વિકાસ માટે ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. - આ અનુદાનનો ઉપયોગ ગ્રામસભા નક્કી કરે તે મુજબના વિકાસનાં કામો માટે કરવામાં આવે છે. - જો ગ્રામપંચાયત મહિલા સમરસ બને એટલે કે સરપંચ સહિત તમામ સભ્યો મહિલાઓ બિનહરીફ ચૂંટાય તો ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. - પ્રથમ વખત, બીજી વખત, ત્રીજી વખત અને સતત ચોથી વખત સમરસ ગ્રામપંચાયત થાય તો વિકાસનાં કામો માટે વિશેષ અનુદાન સરકાર ફાળવે છે. - ગામમાં મનદુઃખ ન થાય, વેરઝેર ન સર્જાય તે માટે સરકાર દ્વારા આ યોજના જાહેર કરેલ છે. ## તાલુકા પંચાયત - સ્થાનિક સરકારમાં ગ્રામપંચાયત પછીનું બીજું સ્તર તાલુકા પંચાયત છે. - તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તીના પ્રમાણે નક્કી થાય છે. - તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો ચૂંટાયેલા હોય છે. - જેમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત રાખવામાં આવે છે. - ચૂંટાયેલા સભ્યોમાંથી જ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. - તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી જ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. **વહીવટ :** - તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી (T.D.O. - Taluka Development Officer) કહે છે. - તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. - તે તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરાવે છે. - તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે. - તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર (Budget) પણ તેઓ તૈયાર કરે છે. **કાર્યો :** - તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્યવિષયક સેવાઓ પૂરી પાડવી. - રોગચાળા નિયંત્રણની કામગીરી કરવી. - ગ્રામ્ય માર્ગો બનાવવા તથા જાળવણી કરવી. - પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન કરવું. - તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન કરવું. - સ્ત્રી કલ્યાણ, યુવક પ્રવૃત્તિઓ, સામાજિક વિકાસ અને સહાય પૂરી પાડવી. - પૂર, આગ, અકસ્માત વગેરે આકસિસ્મિક સંજોગોમાં મદદ ## તીર્થગ્રામ યોજના - ગુજરાતમાં તીર્થગ્રામ યોજનાની શરૂઆત 21 જુલાઈ, 2004-05થી અમલમાં આવી. - આ યોજનામાં પસંદ થયેલ ગામને અનુદાન રાજ્ય સરકાર ફાળવે છે. - છેલ્લાં પાંચ વર્ષમાં ગામમાં કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ. - માદક કે કેફી દ્રવ્યોનું ઉત્પાદન, વેચાણ કે સેવન થતું ન હોવું જોઈએ. - ગામમાં સ્વચ્છતા જળવાવી જોઈએ. - કન્યા-કેળવણીનો ઊંચો દર અને અપવ્યયનો નીચો દર હોવો જોઈએ. - આ ઉપરાંત અન્ય માપદંડોના આધારે તીર્થગ્રામ પસંદ કરવામાં આવે છે. - જેનો ઉદેશ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદ્ભાવના વધે, એકતા જળવાય અને ભાઈચારાની ભાવના વધે તે છે. ## પાવનગ્રામ યોજના - તીર્થગ્રામ યોજનાની જેમ જ છેલ્લાં ત્રણ વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને પાવન ગામ તરીકે પસંદ કરીને રૂપિયા એક લાખ સુધીનું અનુદાન સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. ## જિલ્લા પંચાયત - સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત છે. - ત્રિ-સ્તરીય પંચાયતીરાજમાં સૌથી ઉપરનું સ્તર છે. **રચના :** - જિલ્લા પંચાયતની સભ્યસંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે - જિલ્લાની વસતીના બાધારે જિલ્લા પંચાયતની બેઠક નક્કી થાય છે. - જેમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. - જે ને મેઠક વિસ્તારના મતદારો પોતાના સભ્યને ચૂંટે છે. - આ ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટે છે. - આ ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય પમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. - જિલ્લા પંચાયતની મુદત પાંચ વર્ષની હોય છે. **વહીવટ :** - જિલ્લા પંચાયતના વહીવટી વડાને જિલ્લા વિકાસ અધિકારી (D.D.O. - District Development officer) કહે છે. - તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. - રાજ્ય સરકારની યોજનાઓનું સંકલન અને અમલ જિલ્લા પંચાયત કરે છે. **કાર્યો :** - જિલ્લા પંચાયત, ગ્રામપંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે. - રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુ સંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરે છે. - જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ મધિકારી, નાયબ કાર્યપાલક ઈજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતનાં કાર્યો સંભાળે છે. ## સામાજિક ન્યાય સમિતિ - સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક-આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડવી અને તેને અમલ કરવાનું કામ સામાજિક ન્યાય સમિતિનું છે. - તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે. - પંચાયતીરાજમાં ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. - આ સમિતિનું કાર્ય નબળા વર્ગોને ન્યાય આપવાનું છે. ## શહેરી પ્રશાસન - આપણા દેશનાં એક લાખ કે તેથી વધુ વસતી ધરાવતાં શહેરોમાં નગરપાલિકા તથા પાંચ લાખ કે તેથી વધુ વસતી ધરાવતાં શહેરોમાં મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. - વસતીના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે. - જેમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ કરવામાં આવે છે. - શહેરના મતાધિકાર ધરાવતાં તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. ## નગરપાલિકા - સામાન્ય રીતે પચીસ હજારથી વધુ વસતીવાળાં શહેરોમાં નગરપાલિકા હોય છે. - નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે. **રચના:** - નગરપાલિકા વિસ્તારને વસતીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. - એક વોર્ડમાં 4 સભ્યો હોય છે. - જેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે. - જેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. - પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે. - તેમનો કાર્યકાળ અઢી વર્ષનો હોય છે. - તેઓ નગરપાલિકાનું અધ્યક્ષ પદ સંભાળે છે. **વહીવટ ઃ** - ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે. - જેમાં કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ વગેરે ઉપરાંત જરૂર મુજબની અન્ય સમિતિઓ રચવામાં આવે છે. - નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર ગણાય છે. - તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. **કાર્યો :** - નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે નીચે મુજબનાં કાર્યો હાથ ધરવામાં આવે છે : 1. પાણીપુરવઠાની વ્યવસ્થા 2. રસ્તા, ગંદા પાણીનો નિકાલ, સફાઈની વ્યવસ્થા 3. જન્મમરણ અને લગ્નની નોંધણીની કામગીરી 4. નગરનિયોજન અને શિક્ષણની વ્યવસ્થા 5. અગિનિશમન, અખાદ્યપદાર્થોના વેચાણ સામે કાર્યવાહી 6. બગીચા, પુસ્તકાલયો વગેરે સુવિધાઓ આપવાનું 7. સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહનું નિર્માણ અને સારસંભાળ ## મહાનગરપાલિકા - મહાનગરપાલિકામાં સભ્યસંખ્યા વસતીના આધારે નક્કી કરવામાં આવે છે. - મહાનગરપાલિકાના સભ્યને કૉર્પોરેટર (કાઉન્સિલ૨) તરીકે ઓળખવામાં આવે છે. - મહાનગરપાલિકાના વડાને મેથર કહેવામાં આવે છે. - ગુજરાતમાં આઠ મહાનગરપાલિકાઓ છે. **રચના :** - મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. - 75,000ની વસતીએ એક વોર્ડ બનાવવામાં આવે છે. - જેમાં 4 સભ્યો હોય છે, તેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે. - શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે અને પોતાના વિસ્તારના કૉર્પોરેટરને ચૂંટે છે. - વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પોતાનામાંથી મેયર ચૂંટી કાઢે છે. - મેયર પોતાના હોદા પર અઢી વર્ષ માટે રહે છે. **વહીવટ :** - ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે. - જેમાં કારોબારી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) સૌથી વધારે મહત્ત્વની છે. - મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર ગણાય છે. - તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. **કાર્યો :** - શહેરી વિસ્તારમાં વસતી વધારે હોય છે. - આથી નાગરિકોની સુખાકારી અને શહેરના વિકાસ માટે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે. 1. જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી 2. પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ 3. ગટરવ્યવસ્થા, સાફસફાઈ અને ગંદા કચરાનો નિકાલ 4. રસ્તાઓ બનાવવા અને જાળવણી કરવી 5. રસ્તા પર લાઈટની વ્યવસ્થા કરવી 6. પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા 7. પુસ્તકાલય, ક્રીડાંગણો અને બાગબગીચા બનાવવા 8. ખાદ્યસામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી 9. જન્મમરણ અને લગ્નની નોંધણી કરવી. ## કલેક્ટર - કલેક્ટર જિલ્લાના વહીવટી વડા છે. - તેઓ કલેક્ટર ઉપરાંત જિલ્લા ન્યાયાધીશ (District Magistrate) અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી પણ કરે છે. - તેઓની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ GU.P.S.C. - Union Public Service Commission) દ્વારા કે બઢતીથી થાય છે. - તેમને રાજ્ય સરકાર નિમણૂક આપે છે. - તેઓ જિલ્લામાં વહીવટી વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે - જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે નિશ્ચિત કરવાનું કાર્ય કલેક્ટરનું હોય છે. **પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા મહત્ત્વની છે.** - જિલ્લા સ્તરે તમામ વિભાગોનાં કામોનું સંકલન અને સંચાલન કરે છે. - સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે. - તેઓ ગ્રામપંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે છે. - ગ્રામપંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કરે છે. - અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદો અનામત રાખવાનો નિર્ણય કરે છે. ## મામલતદાર - મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. - તેઓની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ (ગુજરાતમાં જી.પી.એસ.સી) દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા કે બઢતીથી થાય છે. - મામલતદાર સરેરાશ 50 કે તેથી વધુ ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા છે. - તાલુકા ન્યાયાધીશ (Executive Magistrate) તરીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરને સીધી રીતે જવાબદાર છે. **સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવવી, ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહ્નભોજન યોજનાનું સંચાલન તથા નિયંત્રણનું કાર્ય, કુદરતી આપત્તિઓ સમયે રાહત-બચાવની કામગીરી વગેરે કાર્યો કરે છે.** ## લોકઅદાલત - ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો, કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ, ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈપણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોકઅદાલતો સ્થાપવામાં આવે છે. - બંને પક્ષો સંમત હોય તેમને લોકઅદાલતમાં બોલાવવામાં આવે છે. - લોકઅદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. - “કોઈની ન હાર કોઈની ન જીત' એ રીતે લાંબા સમયથી મુદતો પડતી હોય એવા કેસોનો નિકાલ થાય છે. - તેમાં કેસ મૂકવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. - કોર્ટ કચેરીમાં લાંબા સમયથી પડતર રહેલા કેસનો બંને પક્ષને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. - વારંવાર મુદતે-મુદતે ધક્કા ખાતા પક્ષકાર, સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાંથી લોકઅદાલત મુક્ત કરે છે. **સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોકઅદાલત દ્વારા કેસો હાથ પર લઈને નિર્ણય આપે છે જે તમામ ને માન્ય રહે છે. લોકઅદાલતનો હુકમ અંતિમ રહે છે. લોકઅદાલતથી વિવાદનો અંત આવે છે. બંને પક્ષોને ન્યાય મળે છે અને પરસ્પર ઝઘડતા માણસો વચ્ચે સમાધાન થાય છે. નાણાં અને સમથનો બચાવ થાય છે.** - ગુજરાત કાનૂનીસેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા ગુજરાત રાજયના જિલ્લાઓમાં સમણી લોઝમાવતની

Use Quizgecko on...
Browser
Browser