સામાજિક વિજ્ઞાન -10 Past Paper PDF
Document Details
Uploaded by GallantMood8922
P P Savani University
Tags
Summary
This document contains a past paper of a social studies subject designed for standard 10. It includes various sections with different question types and levels.
Full Transcript
J d tution classes Subject: સામાજિક વિજ્ઞાન Pratha Prixa Standard: 10 Marks:...
J d tution classes Subject: સામાજિક વિજ્ઞાન Pratha Prixa Standard: 10 Marks: 25 Chapter: 1,2 Exam Time: 30 Section - A ‣ નીચેના પ્રશ્નોનાં માગ્યા મુજબ ઉત્તર આપો (દરેક ના એક ગુણ) (04) 01. તેમણે વિવિધ રાગોનું એક મહત્ત્વનું લક્ષણ જણાવ્યું છે કે, બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે. તેમણે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. આ વિધાનો કોણે કહ્યાં છે? A. પંડિત અહોબલે B. પંડિત નારદે C. પંડિત સારંગદેવે D. મહારાજ નટરાજે 02. ખરું કે ખોટું જણાવો: શામળાજીનો પૂનમનો મેળો કારતક સુદ 11 થી પૂનમ સુધી ભરાય છે. 03. મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ નાટયકૃતિઓ કઈ કઈ છે? 04............... કલામાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. Section - B ‣ નીચે આપેલા પ્રશ્નોનાં માંગ્યા મુજબ જવાબ આપો. (દરેકના બે ગુણ) (08) 05. લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે? 06. સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. 07. સંગીત પારિજાતનો પરિચય આપો. 08. ભરતનાટ્યમ્ નૃત્યશૈલીનો પરિચય આપો. Section - C ‣ નીચે આપેલા પ્રશ્નોનાં મુદ્દાસર જવાબ આપો. (દરેકના ત્રણ ગુણ) (09) 09. આપેલી નૃત્યશૈલીનું નામ જણાવી તેના વિષે પરિચય આપો. 10. પ્રાચીન ભારતની એક કલા તરીકે ‘મોતી અને મીનાકારીગરી’વિશે માહિતી આપો. 11. ભારતીય નાટ્યકલાનો પરિચય આપો. Section - D ‣ નીચે આપેલા પ્રશ્નોનાં સવિસ્તાર જવાબ આપો. (દરેકના ચાર ગુણ) (04) 👍 12. પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો. બધા ને ALL THE BEST ANSWERS Subject: સામાજિક વિજ્ઞાન Pratha Prixa Standard: 10 Marks: 25 Chapter: 1,2 Exam Time: 30 Section - A ‣ નીચેના પ્રશ્નોનાં માગ્યા મુજબ ઉત્તર આપો (દરેક ના એક ગુણ) (04) 01. પંડિત અહોબલે 02. ખરું 03. ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’, ‘વિક્રમોવર્શીયમ્’ અને ‘માલવિકાગ્નિમિત્રમ્ત્રમ્' - આ ત્રણ મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ નાટ્ય-કૃતિઓ છે. 04. સંગીત Section - B ‣ નીચે આપેલા પ્રશ્નોનાં માંગ્યા મુજબ જવાબ આપો. (દરેકના બે ગુણ) (08) 05. લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડાં , શારડીઓ, વળાંકવાળી કરવત, આરો અને સોય જેવાં ઓજારો બનાવતા હોવાનું જણાયું આ ઉપરાંત, તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા. તેઓ યુદ્ધો માટેનાં અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતાં. 06. ભારતના પ્રાચીન ગ્રંથ 'વિષ્ણુપુરાણ'માં ભારત માટે ‘ભારતવર્ષ' નામનો ઉલ્લેખ છે. ભારતમાં શુભ કાર્યોની શરૂઆત લેવાતા સંકલ્પોમાં 'ભારતવર્ષ', 'ભરતખંડ', 'જંબુદ્રીપ', 'આર્યાવર્ત' વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. ભારત ઉત્તરે હિમાલય, પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ એમ ત્રણ દિશાઓમાં કુદરતી સીમાઓ ધરાવતો દેશ છે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ સાતમું અને વસ્તીની દ્રષ્ટીએ બીજું સ્થાન ધરાવે છે. ભારતે આપણને અને વિશ્વની પ્રજા ને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. 07. બધા સંગીત-ગ્રંથોમાં “સંગીત પારિજાત’ નામનો ગ્રંથ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઈ. સ. 1665માં પંડિત અહોબલે ઉત્તર હિંદુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ગ્રંથ લખ્યો હતો. તેમણે વિવિધ રાગોનું એક મહત્ત્વનું લક્ષણ જણાવ્યું છે કે બધા રોગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે. તેમણે સ્વરોના કુલ 29 પ્રકારો ગણાવ્યો છે. સંગીતક્ષેત્રે પંડિત અહોબલનું આ નોંધપાત્ર પ્રદાન છે. 08. ભારતની પ્રચલિત નૃત્યશૈલીઓમાં ભરતનાટયમ્ સૌથી પ્રાચીન છે. તમિલનાડુ રાજ્યોમાં તાંજોર જિલ્લો એ ‘ભરતનાટયમ્ નૃત્ય' શૈલીનું ઉદ્ભવસ્થાન મનાય છે. ભરતનાટ્યમ્ નો મુખ્ય આધાર ભરતમુનિરચિત ‘નાટ્યશાસ્ત્ર' અને નન્દિકેશ્વરરચિત ‘અભિનય દર્પણ' નામના ગ્રંથો છે. મૃણાલિની સારાભાઇ, ગોપીકૃષ્ણ તેમજ ફિલ્મક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમામાલિની ભરતનાટ્યમ્ નૃત્યશૈલીનો વારસો જાળવનારાઓમાં મુખ્ય ગણાય છે. Section - C ‣ નીચે આપેલા પ્રશ્નોનાં મુદ્દાસર જવાબ આપો. (દરેકના ત્રણ ગુણ) (09) 09. મણિપુરી નૃત્યશૈલી મણિપુરી નૃત્યશૈલીનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે, તેથીતે ‘મણિપુરી નૃત્ય’ કહેવાય છે. મણીપુરી ના લોકો દરેક ઉત્સવનો પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકારે છે મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. આ નૃત્ય કરતી વખતે પહેરવામાં આવતો ઘેરદાર લીલા રંગનો ચણિયો ‘કુમીન’ કહેવાય છે. કબજો રેશમનો હોય છે અને તેની ઉપર ‘કવાંગોઈ’ નામનો કમરપટ્ટો બાંધવામાં આવે છે. ભારતમાં અને વિશ્વમાં મણિપુરી નૃત્યને જીવંત રાખવામાં ગુરુ આમોબીસિંગ આતોમ્બોસિંગ, ગુરુ શ્રી બિપિન સિંહા, નયનાઝવેરી, નિર્મલ મહેતા વગેરેનો ફાળો અનન્ય છે. 10. ભારત આશરે 7517 કિલોમીટરની દરિયાકિનારો ધરાવેછે. તેથી ભારતમાં હીરામોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે. તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરામૉતીનો બહોળો વેપાર થતો આવ્યો છે. ભા૨તના કારીગરોએ બનાવેલા હીરાજડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે. કોહિનૂર અને ગ્રેટ મુઘલ જેવા વિશ્વ વિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા. ભારતના લોકો હીરાજડિત સોનાના અલંકારોના શોખીન છે. પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ, અમીર-ઉમરાવો, શ્રીમંતો, શ્રેષ્ઠીઑ, મહાજનોનો વગેરે વૈવિધ્યસભર હીરાજડિત આભૂષણો પહેરતા. તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ, નીલમ જેવાં કીમતી રત્નોનો ઉપયોગ કરતા. પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો તેમનાં સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુ બંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા. વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે. કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, લાટી, ચાકળા, લગ્નનાં નાળિવેર, ઈંઢોણી, હાથપંખા, બળદ માટેના મોડિયાં, ર્શીગડાં, ઝૂલ વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું અદભૂત મોંતીકામ ભારતમાં અજોડ છે. વિશ્વના દેશોમાં માત્ર ભારતદેશ જ સોના-ચાંદીની મીનાકારીની કલામાં મોખરાના સ્થાને છે. મીનાકારીમાં વીંટી, કં ગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝૂમખો વગેરે સોના-ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે. ભારતમાં જયપુર, લખનઉ, દિલ્લી, વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં છે. 11. ભારતીય નાટ્યકલા મુખ્યત્વે મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ આપતા વિદૂષકની જોડી સાથેનાં નાટકો ભારતીય નાટ્યકલાની આગવી ઓળખ બની છે. ભરતમુનિરચિત ‘નાટયશાસ્ત્ર’ નાટ્યકલાક્ષેત્રે અતિ પ્રચલિત છે. ભારતમાં પ્રાચીન કાળથી નાટ્યલેખન અને મંચન અતિ લોકપ્રિય છે. નાટ્યકલા એ રંગમંચ પર દશ્ય-શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન તથા લોકશિક્ષણ કરતી ભારતની પ્રાચીન કલા છે. નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે.એવું વર્ણવતાં ભરતમુનિએ કહ્યું છે કે, “એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય.” ભરતમુનિએ રચેલું પ્રથમ નાટકનું કથાવસ્તુ ‘દેવાસુર સંગ્રામ’ હતું. મહાકવિ ભાસે મહાભારત આધારિત ‘કર્ણભાર’, ‘ઊરુભંગ’ અને ‘દૂતવાક્યમ્’ જેવાં નાટકોની વારસો આપણને આપ્યો છે. મહાકવિ કાલિદાસનાં ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’, ‘વિક્રમોવર્શીયમ્’ અને ’માલવિકાગ્નિમિત્રમ્’ નાટકો સોથી વધુ જાણીતી રચનાઓ છે. Section - D ‣ નીચે આપેલા પ્રશ્નોનાં સવિસ્તાર જવાબ આપો. (દરેકના ચાર ગુણ) (04) 12. પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઇ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલાં પાત્રોનો ઉપયોગ કરતાં. એ સમયે રમકડાં, ઘડાં, કોડિયું, કુલડી, માટલી, ચૂલો, ઇંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતાં. અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરેનાં પાત્રો તેમજ રસોઇ નાં વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતાં. ગામડાંનાં બધાજ ઘરોની દીવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીંપવામાં આવતી. ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી(ટેરાકોટા)નાં વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંઘણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીનાં વાસણોના જૂ ના અવશેષો પરથી મળે છે. લોથલ, મોહેં-જો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલાં લાલ રંગના પવાલાં, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કું ભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે. 👍 આજે પણ ગુજરાતમાં નવરાત્રીના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો (કોરેલો માટીનો ઘડો કે જેમાં દીવો મુકવામાં આવે છે) જોવા મળે છે. બધા ને ALL THE BEST