સમાવેશક શાળા PDF

Summary

આ દસ્તાવેજમાં વિવિધ પ્રકારની અક્ષમતાઓ, તેના કારણો અને શીખવા પર તેની અસરો વિશે માહિતી આપવામાં આવી છે. તેમાં શારીરિક અને દૃષ્ટિની અક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ દસ્તાવેજ સમાવેશક શાળાઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

Full Transcript

# સમાવેશક શાળા ## 3. દૃષ્ટિની અક્ષમતાનાં કારણો (Causes of Visual Disability/Impairment) - દૃષ્ટિની અક્ષમતાનું કોઈ એક કારણ નથી. - અનેક કારણો છે, જેમાંથી એક અથવા વધુ કારણે દૃષ્ટિની ખામી પેદા થાય છે. - આ કારણો નીચે જણાવ્યા મુજબનાં છે: - માથા પર અથવા મગજ પર ઈજા થવાને કારણે દૃષ્ટિની ખામી...

# સમાવેશક શાળા ## 3. દૃષ્ટિની અક્ષમતાનાં કારણો (Causes of Visual Disability/Impairment) - દૃષ્ટિની અક્ષમતાનું કોઈ એક કારણ નથી. - અનેક કારણો છે, જેમાંથી એક અથવા વધુ કારણે દૃષ્ટિની ખામી પેદા થાય છે. - આ કારણો નીચે જણાવ્યા મુજબનાં છે: - માથા પર અથવા મગજ પર ઈજા થવાને કારણે દૃષ્ટિની ખામી ઉદ્ભવી શકે છે. - ઝામર (Glaucoma) નો રોગ થવાને કારણે દૃષ્ટિની ખામી ઉદ્ભવી શકે છે. - આંખોના રેટિનામાં ખામી ઊભી થવાને કારણે દૃષ્ટિની સંપૂર્ણ અથવા આંશિક ખામી ઊભી થઈ શકે છે. - મધુપ્રમેહને કારણે દૃષ્ટિની સંપૂર્ણ અથવા આંશિક ખામી ઊભી થઈ શકે છે. - મોતિયા (Cataracts) ને કારણે દૃષ્ટિની સંપૂર્ણ અથવા આંશિક ખામી ઉદ્ભવી શકે છે. (જો કે મોતિયાના કિસ્સા નાના બાળકો અને યુવાનોમાં નહિંવત્ પ્રમાણમાં જોવા મળે છે.) - મેકયુલર (Mecular) ડીજનરેશનને કારણે દૃષ્ટિની સંપૂર્ણ અથવા આંશિક ખામી ઉદ્ભવી શકે છે; આ એક અસાધ્ય રોગ છે, જે આંખોના નેત્રપટલ (Retina) પર અસર કરે છે. - શ્વાસ દ્વારા કે અન્ય કોઈ રીતે વધુ પ્રમાણમાં કલોરિન શરીરમાં પ્રવેશ કરે તો આંખો પર અસર થવાની સંભાવના રહે છે. - સ્ટ્રેબિસ્મસ (Strabismus) નામના વિકારને કારણે આંખો ત્રાંસી થઈ જાય છે, જેના કારણે દૃષ્ટિની ખામી ઉદ્ભવે છે. - કોઈપણ કારણોસર શરીરમાંથી ખૂબ વધુ પ્રમાણમાં લોહી વહી જવાને કારણે પણ દૃષ્ટિની ખામી ઊભી થવાનો ડર રહે છે. - વિટામીન 'એ'ની ઊણપથી પણ આંખોમાં ખામી ઉદ્દભવવાનો ડર રહે છે. - ઝેરી રસયાણો જોડે કામ કરતા લોકોમાં આંખની ખામી ઉદ્ભવવાની સંભાવના રહે છે. - અમુક વખતે કોઈ ગંભીર માનસિક આધાત લાગવાને કારણે પણ દૃષ્ટિની ખામી ઉદ્ભવવાનો ડર રહે છે. - અધૂરા માસે જન્મેલા બાળકોમાં પણ આંખોની ખામી સર્જાવાની શકયતા રહે છે. - શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જો દૃષ્ટિની ખામી હોય તો તે અધ્યયન ક્ષમતા પર પડે છે. ## 4. દૃષ્ટિની અક્ષમતાની અધ્યયન પર અસર (Effects of Visual Disability/Impairment on Learning) ### [A] દૃષ્ટિની સંપૂર્ણ અક્ષમતા ધરાવતાં બાળકોનાં અધ્યયન પર નીચે જણાવ્યા પ્રમાણે અસર પડી શકે છે: - સંપૂર્ણ-અંધત્વ ધરાવતાં બાળકો વર્ગખંડમાં ચૉકફલક પર રજૂ કરવામાં આવેલી માહિતી જોઈ કે વાંચી શક્તાં નથી, તેથી તે અન્ય સામાન્ય બાળકોની ગતિએ અભ્યાસ કરી શક્તાં નથી. - સંપૂર્ણ-અંધત્વ ધરાવતાં બાળકો લેખન કાર્ય કરી શક્તાં નથી, તેથી તેમના લેખન કૌશલ્યનો વિકાસ થતો નથી. - ચિત્ર અને નકશાવાચન જેવી પ્રવૃત્તિઓ તે કરી શક્તાં નથી, તેથી ચિત્રકલા અને નકશાવાચન કૌશલ્યનો વિકાસ થતો નથી. - વિજ્ઞાન જેવા વિષયોમાં તેઓ પ્રયોગો જોઈ પણ શક્તાં નથી અને કરી પણ શકતાં નથી. તેથી આવા વિષયોમાં તેઓ અમુક મુદ્દાઓ અંગેની સ્પષ્ટ સમજ વિકસાવી શક્તા નથી. તેથી તેઓ અન્ય બાળકોની તુલનાએ, ખાસ કરીને પ્રાયોગિક કાર્ય ધરાવતા વિષયોમાં, નિમ્ન સિદ્ધિ ધરાવતાં હોય છે. - ગણિત જેવા વિષયમાં તેઓ જાતે લેખિત ગણતરીઓ કરી શક્તાં નથી, તેથી તેમણે મોટા ભાગે મૌખિક ગણતરીઓ કરવી પડે છે. પરિણામે તેમના ગણન કૌશલ્યનો વિકાસ થતો નથી. ## 3. મિશ્ર અક્ષમતા (Multiple Disability) - જ્યારે બાળક એક કરતાં વધુ પ્રકારની શારીરિક અક્ષમતા ધરાવતું હોય તો તેને મિશ્ર વિકલાંગતા તરીકે ઓળખવામાં આવે છે. - દા.ત. બાળક બહેરું અને મૂંગું હોય. ## 6. શારીરિક અક્ષમતાનાં કારણો (Causes of Physical Disability) - સામાન્ય રીતે નીચે જણાવેલ કારણોસર વ્યકિતમાં શારીરિક અક્ષમતા જોવા મળે છે. ### [A] અકસ્માત (Accident) - અકસ્માતને કારણે અમુક વખતે વ્યકિત અમુક અંગ ગુમાવી દે છે અથવા તેનાં અમુક અંગો કામ કરતાં બંધ થઈ જાય છે. - જે તેની શારીરિક અક્ષમતામાં પરિણમે છે અને વ્યકિત કાં તો આવાં અંગોનો બિલકુલ ઉપયોગ કરી શકતી નથી અથવા તેનો આંશિક ઉપયોગ કરી શકે છે. - જેમ કે, અકસ્માતને કારણે વ્યકિતના પગમાં ઊભી થતી ખામીને કારણે કાં તો તે સામાન્ય માણસની જેમ ચાલી શકતી નથી અથવા લંગડાતી ચાલે છે અથવા કોઈ વિશિષ્ટ સાધનની મદદથી ચાલે છે. - અમુક વખતે અકસ્માતને કારણે વ્યકિત કાયમ માટે પથારીવશ થઈ જતી હોય છે, તેથી સામાન્ય દૈનિક ક્રિયાઓ કરવા માટે તેણે અન્ય વ્યકિતઓની મદદ લેવી પડે છે. - અકસ્માતને કારણે અમુક વખતે વ્યકિતની દૃષ્ટિ, શ્રવણ અથવા વાક-શકિત પર પણ નકારાત્મક અસર પડે છે, જેના કારણે વ્યકિત સંપૂર્ણ કે આંશિક અંધત્વ અથવા બહેરાશ ધરાવતી થઈ જાય છે અથવા તેની બોલવાની શકિત ગુમાવી દે છે. - માથા પર અથવા કરોડરજુ પર થતા આકસિસિક આઘાતને કારણે પણ અમુક વખતે બાળકોનાં અમુક અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અથવા આંશિક રીતે કામ કરતાં થઈ જાય છે. ### [B] ગર્ભમાં બાળકનો અપૂરતો વિકાસ (Insufficient Development of Child in Womb) - અપૂરતો વિકાસ થાય છે, જેના કારણે બાળક અમુક શારીરિક ક્ષતિ સાથે જન્મ લે છે. - પરિણામે તેના અમુક અંગો બિનકાર્યક્ષમ બને છે અથવા બાળક આવાં અંગો પરનું નિયંત્રણ આંશિક રીતે ગુમાવી દે છે. ### [C] બિમારી (Disease) - અમુક વખતે બાળક ગંભીર બિમારીને કારણે અમુક અંગો અથવા અંગો પરનો કાબૂ ગુમાવી દે છે. - જેના કારણે તેનામાં શારીરિક અક્ષમતા ઉદ્ભવતી હોય છે. જેમ કે, પક્ષાઘાત (Polio), મસ્તિષ્ક પક્ષાધાત (મગજનો લકવો, Cerebral Palsy), સ્વલીનતા (Autism) વગેરે જેવી બિમારીને કારણે બાળકોમાં શારીરિક અક્ષમતાનો વિકાસ થતો જોવા મળે છે. - અમુક ગંભીર બિમારીઓ અથવા રકતચાપ (Blood Pressure) ની અનિયમિતતાને કારણે બાળકો અમુક વખતે દૃષ્ટિ, શ્રવણ અથવા વાક્ શકિત અથવા હલન - ચલનની શકિત ગુમાવી દે છે. ### [D] બિમારી સમયે અયોગ્ય ઉપચાર (Improper Remedies During Illness) - અમુક વખતે બાળકોની બિમારીનું ખોટું નિદાન થવાને કારણે તેમનો અયોગ્ય ઉપચાર થાય છે. - જેના કારણે તેમનામાં શારીરિક અક્ષમતાઓનો વિકાસ થવાની સંભાવના રહે છે. ### [E] માનસિક અક્ષમતા (Mental Disability) - અમુક વખતે અમુક પ્રકારની માનસિક અક્ષમતા બાળકોની શારીરિક અક્ષમતાઓના વિકાસનું કારણ બને છે. - બાળકનો માનસિક વિકાસ ન થયો હોય, તે યોગ્ય રીતે માનસિક પ્રક્રિયાઓ ન કરી શકતું હોય અથવા કોઈ માનસિક બિમારીને કારણે તેના મગજ પર તેનો કાબૂ ન રહેતો હોય તો તે અન્ય સામાન્ય બાળકોની જેમ પોતાનાં શારીરિક અંગોનું નિયંત્રણ કરી શકતું નથી. - પરિણામે તે તેનાં અંગો સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ કરવામાં અક્ષમ બને છે. - જેથી તેનામાં શારીરિક અક્ષમતાનો વિકાસ થાય છે. - જેમ કે, મગજના લકવાના રોગને કારણે બાળકમાં શારીરિક અક્ષમતાનો વિકાસ થાય છે. ## 7. શારીરિક અક્ષમતાની અધ્યયન પર અસરો (Effects of Physical Disability on Learning) - વિવિધ પ્રકારની શારીરિક અક્ષમતાઓની બાળકોના અધ્યયન પર જુદી જુદી અસરો પડતી હોય છે. - તેથી જે તે પ્રકારની શારીરિક અક્ષમતાની બાળકના અધ્યયન પર પડતી વિશિષ્ટ અસરો અંગે અભ્યાસ કરવો પડે. - તેમ છતાં, તમામ પ્રકારની શારીરિક અક્ષમતાની બાળકનાં અધ્યયન પર પડતી કેટલીક સામાન્ય અસરો નીચે મુજબ જણાવી શકાય: - અમુક શારીરિક અક્ષમતાઓને કારણે બાળક લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી શકતું નથી। - તેથી વર્ગખંડમાં અમુક વખતે તે બેધ્યાન બની જાય છે, જેના કારણે તેમના અધ્યયન પર નકારાત્મક અસર પડે છે. - શારીરિક અક્ષમતાઓને કારણે હલન ચલન સાથે સંકળાયેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં બાળક અસમર્થ બને છે. - તેની અસર તેના અધ્યયન પર પડે છે. - જેમ કે, બાળકનાં હાથ કામ ન કરતા હોય તો ચિત્રકામ, નકશાપૂર્તિનું કામ, લેખન કાર્ય અને અન્ય પ્રાયોગિક કાર્યો કરી શકતું નથી. - હાથ અને / અથવા પગમાં ઊભી થતી ખામીને કારણે બાળક રમત-ગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકતું નથી, જેની અસર તેના સર્વાંગીણ વિકાસ પર પડે છે. - ઉપરાંત હાથ કે પગની ક્ષતિને કારણે બાળક કાં તો સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકતું નથી અથવા ફકત મર્યાદિત સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. - જેના કારણે તે આવી પ્રવૃત્તિઓ દ્વારા થતું (ગુપ્ત) અધ્યયન કરી શકતું નથી. - ઉપરાંત આવી પ્રવૃત્તિઓમાં ભાગ નહીં લેવાને કારણે તેનો સામાજિક વિકાસ અવરોધાય છે. ## 8. અધ્યયન અક્ષમતા ધરાવતાં બાળકોનાં લક્ષણો (Characteristics of Slow Learner) - અધ્યયન અક્ષમતા ધરાવતાં બાળકોનાં સામાન્ય લક્ષણો નીચે મુજબ છે. - અધ્યયન અક્ષમતા ધરાવતાં અથવા મંદ ગતિનાં અધ્યેતામાં આ તમામ લક્ષરો એક સાથે જોવા મળે એવું જરૂરી નથી. - આવાં બાળકોમાં આમાંનાં અમુક કે અનેક લક્ષણો જોવા મળે છે. - આવાં બાળકો ઝડપથી સળંગ વાકયો બોલી શકતાં નથી. - તેમનો શબ્દભંડોળ પ્રમાણમાં ઓછો હોય છે. - આવાં બાળકોને બોલવામાં મુશ્કેલી પડતી હોય છે. - યોગ્ય સંદર્ભમાં કોઈ વાત રજૂ કરવામાં તેમને મુશ્કેલી પડતી હોય છે. - ખાસ કરીને લેખનનાં સંદર્ભમાં તેઓ તેમની આંખ અને હાથની ક્રિયાઓ વચ્ચે સંકલન સાધી શકતાં નથી. - તેઓ લેખનકાર્યમાં અન્ય સરેરાશ બાળકો કરતાં પ્રમાણમાં ધીમા હોય છે. - તેમને એક જ બાબત સમજાવવા માટે એકથી વધુ વખત સમજૂતી આપવી પડે છે. - તેઓ કોઈ બાબત અંગે વર્ણન કરતી વખતે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી શકતા નથી. - તેમની માનસિક પ્રક્રિયાની ગતિ ધીમી હોય છે. - આવાં બાળકો વર્ગખંડમાં શિક્ષકોના પ્રશ્નોને ઓછો પ્રતિચાર આપે છે. - તેમને આપવામાં આવેલી સૂચનાઓને સમજવામાં પણ મુશ્કેલી અનુભવતાં હોય છે. - તેઓ તેમના વિષયથી સાવ અજાણ નથી હોતાં. - આવાં બાળકો પર પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો તેઓ શૈક્ષણિક પછાત બાળકોની હરોળમાં આવી શકે છે. - તેમનું વ્યકિતગત ધ્યાન રાખવામાં આવે તો તેઓ સામાન્ય બાળકોની હરોળમાં આવી શકે છે. - તેમની શીખવાની ઝડપ સરેરાશ બાળકોની ઝડપનાં વધુમાં વધુ 85 ટકા જેટલી હોય છે. (સંશોધનો કહે છે) - આવાં બાળકો માટે વિશિષ્ટ શિક્ષણ વ્યવસ્થાની જરૂર નથી હોતી. - આવાં બાળકો તેમની આવી વિશિષ્ટતાઓને કારણે શાળામાં સમસ્યારૂપ પણ બનતા હોય છે. - જો તેમની અધ્યયન અક્ષમતાનાં કારણો જાણી લેવામાં આવે તો આ સમસ્યાને ઉકેલવામાં સરળતા થઈ શકે છે.

Use Quizgecko on...
Browser
Browser