ગુજરાતી સોલર સિસ્ટમ PDF
Document Details
Uploaded by AutonomousSodalite6956
Sane Guruji Prathmik Vidya Mandir Santosh
2017
Tags
Summary
આ દસ્તાવેજ ગુજરાતીમાં સોલર સિસ્ટમ વિશેની માહિતી આપે છે. ગ્રહો, સૂર્ય અને અન્ય આકાશી પદાર્થો વિશેની માહિતી મળે છે. સોલર સિસ્ટમના ગ્રહો વિશે વધુ જાણકારી મેળવવા માટે આ દસ્તાવેજ યોગ્ય છે.
Full Transcript
# સૂર્યમંડળ ## સૂર્ય (Sun): - સૂર્યએક તારો છે. જે ખૂબ ગરમ વાયુઓનો બનેલો ગોળો છે. - તેમાંથી ઊર્જા નીકળે છે. તેને પોતાનો પ્રકાશ છે. - સૂર્ય એટલો મોટો છે કે તેમાં લાખો પૃથ્વીઓ સમાઈ શકે છે. - આપણો સૂરજ આપણા સૂર્યમંડળનાં કેન્દ્રમાં છે. - આઠ ગ્રહો સતત સૂર્યનું પરીભ્રમણ કરી રહ્યાં છે. | ગ્રહ | |---|---...
# સૂર્યમંડળ ## સૂર્ય (Sun): - સૂર્યએક તારો છે. જે ખૂબ ગરમ વાયુઓનો બનેલો ગોળો છે. - તેમાંથી ઊર્જા નીકળે છે. તેને પોતાનો પ્રકાશ છે. - સૂર્ય એટલો મોટો છે કે તેમાં લાખો પૃથ્વીઓ સમાઈ શકે છે. - આપણો સૂરજ આપણા સૂર્યમંડળનાં કેન્દ્રમાં છે. - આઠ ગ્રહો સતત સૂર્યનું પરીભ્રમણ કરી રહ્યાં છે. | ગ્રહ | |---|---| | બુધ (Mercury) | | શુક્ર (Venus) | | પૃથ્વી (Earth)| | મંગળ (Mars)| | ગુરૂ (Jupiter) | | શનિ (Saturn) | | યુરેનસ (Uranus) | | નેપ્ચ્યુન (Neptune) | ## બુધ (Mercury): - આ સૂર્યમંડળનો પહેલો, સૌથી નાનો અને સૌથી હલકો ગ્રહ છે. - તેનું 1 વર્ષ તેના 1 દિવસ કરતાં નાનું હોય છે. - બુધ પર વાતાવરણ નથી અને તેને કોઈ ચંદ્ર પણ નથી. ## શુક્ર (Venus): - આ સૂર્યથી નજીકનો બીજો ગ્રહ છે અને આકાશમાં સૌથી વધારે ચમકતો દેખાય છે. - આ ગ્રહ સૌથી વધારે ગરમ છે. તેની સપાટીનું તાપમાન 437°C થી નીચે જતું નથી. - શુક્રને પણ કોઈ ચંદ્ર નથી. ## પૃથ્વી (Earth): - અહીંયાં, પાણી પ્રવાહી સ્વરૂપમાં ઉપલબ્ધ છે. પ્રવાહી પાણીનાં લીધે અહીંયાં જીવન શક્ય છે. - તેના પર વિવિધ વાયુઓથી બનેલ વાતાવરણનું એક પાતળું પડ હોય છે. - પૃથ્વીને એક ચંદ્ર છે. ## મંગળ (Mars): - મંગળ ચોથો ગ્રહ છે અને તે સૂર્યમંડળનો બીજો સૌથી નાનો ગ્રહ છે. - આ ગ્રહ પર વાતાવરણનું એક પાતળું પડ છે. - મંગળને બે ચંદ્ર છે. ## ગુરૂ (Jupiter): - આ સૌથી મોટો અને સૌથી ભારે ગ્રહ છે. - તે મુખ્યત્વે હાઈડ્રોજન અને હીલિયમથી બનેલો હોય છે. - ગુરૂને 67 ચંદ્ર છે. ## શનિ (Saturn): - આ સૂર્યમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ છે. - શનિનું ઘનત્વ બધા જ ગ્રહોથી ઓછું છે. - તેની આજુ-બાજુએ ઘણાં બધા વલયો હોય છે. - તેને 62 ચંદ્ર છે. ## યુરેનસ (Uranus): - આ ત્રીજો સૌથી મોટો ગ્રહ છે. - આ સૌથી ઠંડો ગ્રહ છે. - આ એકમાત્ર એવો ગ્રહ છે, જે આડી ધરી પર ફરે છે. ## નેપ્ચ્યુન (Neptune): - આ સૂર્યમંડળનો છેલ્લો ગ્રહ છે. - નેપ્ચ્યુનનું એક વર્ષ પૃથ્વીનાં 164 વર્ષો જેટલું લાંબુ હોય છે. - આ આઠ ગ્રહોને ચાર-ચારનાં બે સમૂહમાં પણ વહેંચી શકાય છે. - બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ-આ ચાર ગ્રહો પૃથ્વીની જેમ નક્કર છે અને નાના છે. - ગુરૂ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન-બાકીનાં ચાર ગ્રહો મોટા છે, પરંતુ નક્કર નથી-તે વાયુનાં બનેલાં ગોળા છે. - લાખો નાના-મોટા પથ્થરોની એક પટ્ટી મંગળ અને ગુરૂ ગ્રહની વચ્ચે પરિક્રમા કરી રહી છે. તેને એસ્ટરૉઈડસ એટલે કે લઘુગ્રહો કહેવાય છે. આ પણ આપણા સૂર્યમંડળનો જ ભાગ છે.